ઓપન ગુજરાત એથલેટિક ચેમ્પિયનશિપમાં કાલોલની બોરુ રીફાઈ સ્કૂલના બાળકોએ નવ ગોલ્ડ મેડલ મેળવી શ્રેષ્ઠ દેખાવ કર્યો
તારીખ ૧૦/૦૭/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
સમગ્ર ગુજરાતના બાળકો સાથે યુવાનોમાં રહેલું ખેલ કૌશલ્ય વિકસે તથા તેઓમાં પણ ખેલદીલી આત્મગૌરવ તથા જૂથ સહકાર જેવા શ્રેષ્ઠ ગુણોનો વિકાસ થાય તે હેતુથી આપણી ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ઓપન ગુજરાત એથલેટિક ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ વયજૂથના સ્પર્ધકો ભાગ લઈ પોતાનામાં રહેલું રમત કૌશલ્ય વિકસાવવાનો પ્રયત્ન કરે તેવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યાં હતાં.જે અંતર્ગત ચાલુ વર્ષે ગતરોજ ઓપન ગુજરાત એથલેટિક ચેમ્પિયનશિપ નું આયોજન રમત ગમત સંકુલ નિકોલ અમદાવાદ ખાતે આયોજિત કરવામાં આવ્યું હતું જેમાં કાલોલ તાલુકા બોરુ ગામ સ્થિત રીફાઈ પબ્લિક સ્કૂલના બાળકોએ શ્રેષ્ઠ દેખાવ કરી નવ ગોલ્ડ મેડલ તેમજ બે સિલ્વર મેડલ સાથે ચાર બ્રોન્ઝ મેડલ જીત્યા હતા જેમાં (અંડર ૧૭) છોકરાઓને ની ટીમ દ્વારા ચાર ગોલ્ડ મેડલ જ્યારે (અંડર ૧૭) છોકરીઓની ટીમ દ્વારા ચાર ગોલ્ડ મેડલ અને જેવલિન્થ્રો મા મોઇન દિવાને એક ગોલ્ડ મેડલ સાથે કુલ નવ ગોલ્ડ મેડલ જીત્યા હતા જ્યારે જેવલિન્થ્રો તનવીર મુવેલ બ્રોન્ઝ મેડલ,નીલમ રાઠોડ શોર્ટપુટ મા સિલ્વર મેડલ,મોહંમદ અર્શ મિર્ઝા શોર્ટપુટ મા બ્રોન્ઝ મેડલ,૧૦૦ મીટર દોડની હરિફાઈમાં અરફરાન બેલીમે બ્રોન્ઝ મેડલ અને ૪૦૦ મીટર દોડમાં ચિરાગ સિલ્વર મેડલ જ્યારે ૧૦૦ મીટર દોડની હરિફાઈમાં મોક્ષ સોલંકીએ બ્રોન્ઝ મેડલ મેળવી જીલ્લા તેમજ તાલુકા સાથે શાળા સહિત સમગ્ર સમાજનું નામ બાળકો એ ઉજ્જ્વળ કર્યું હતું.