ARAVALLIGUJARATMALPUR

માલપુર તાલુકાની દાંતા ટીમ્બા પ્રાથમિક શાળાના બાળકો બીજી શાળામાં બેસીને અભ્યાસ કરવા મજબુર બન્યા,શાળામાં વર્ગખંડો જ નથી 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

માલપુર તાલુકાની દાંતા ટીમ્બા પ્રાથમિક શાળાના બાળકો બીજી શાળામાં બેસીને અભ્યાસ કરવા મજબુર બન્યા,શાળામાં વર્ગખંડો જ નથી

હાલ ગુજરતમાં પ્રવેશોત્સવ થકી શાળામાં નવીન બાળકોને પ્રવેશ આપવામાં આવી રહયો છે પરંતુ આજે પણ કેટલીક જગ્યાએ એવી શાળાઓ છે જ્યાં ભણવા માટે બાળકો છે પણ બેસવા માટે વર્ગ ખંડ નથી ત્યારે આ બાબતે તંત્ર ની લાપરવાહી તેમજ ધીમી ગતીએ ચાલતી પ્રક્રિયા ને કારણે છેલ્લા કેટલાય વર્ષથી બાળકો નવીન વર્ગ ખંડો માટે તરસી રહ્યા છે

અરવલ્લી જિલ્લામાં આવેલ માલપુર તાલુકાની દાંતા ટીમ્બા પ્રાથમિક શાળા જે છેલ્લા 1993 થી નિર્માણ પાણી છે અને હાલ પણ આ શાળા કાર્યરત છે પરંતુ નવાઈ ની વાત એ છે કે શાળામાં નવીન વર્ગખન્ડ નથી શાળામાં ત્રણ વર્ષ અગાઉ જર્જરીત અને જુના વર્ગ ખંડ ને નોનયુઝ કરી દેવામાં આવ્યા અને પાડી દેવામાં આવ્યા હતા જેને લઇ નવીન ઓરડા માટે પક્રિયા હાથ ધરવામાં આવી હતી આ બાબતે વારમવાર વાલીઓ એ પણ રજુઆત કરી હતી તેના અહેવાલો પણ પ્રસારિત કરવામાં આવ્યા હતા પરંતુ આ બાબતે જાણે તંત્ર નિષ્ક્રિય હોય તેવી રીતે શાળામાં હજુ પણ નવીન ઓરડા બન્યા નથી જેના કારણે બાળકો ને ભણવા માટે મુશ્કેલી પડી રહી છે ગત વર્ષ અહેવાલ પ્રસિદ્ધ થતા તંત્ર શાળાએ દોડ્યું હતું અને વાલીઓ સાથે ચર્ચાઓ પણ કરી હતી છતાં હજુ સુધી નવીન ઓરડા માટે  કોઈ નિર્ણય આવ્યો નથી તેવું લાગી રહયું છે

શાળા બાબતે મળતી માહિતી મુજબ હાલ શાળા નું નવીન સત્ર શરુ થતા શાળામાં પૂરતા વર્ગ ખંડ ન હોવાથી માલપુર તાલુકાના રીંછવાડ ગામ ખાતે આવેલ 1 થી 8 ધોરણ ની શાળામાં બે વર્ગ ખંડ ફાળવવામાં આવ્યા છે અને હાલ ચાલીસ થી વધુ બાળકો ત્યારે બેસીને અભ્યાસ કરી રહ્યાં છે બીજી તરફ એ પણ જાણવા મળ્યું હતું કે શાળા ના નવીન વર્ગ ખંડ મંજુર થઇ ગયા છે અને ઝડપથી બની જશે તે જાણવા મળ્યું હતું આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારી ને ટેલિફોનિક પૂછતાં જણાવ્યું હતું કે એ શાળા મારામાં નથી આવતી આ બાબતે તમારે ડી પી ઓ ને પૂછવું પડે તેમ જણાવ્યું હતું ત્યાર પછી ડી પી ઓ સાથે ટેલિફોનિક વાત કરતા તેમણે જણાવ્યું હતું કે તપાસ કરી ને જણાવું પરંતુ આ બાબતો પરથી જાણે તંત્ર ને રસ ન હોય તેવું લાગી રહ્યું છે ત્યારે હાલ ગામમાં શાળા હોવા છતાં બીજી શાળામાં અભ્યાસ કરવા મજબુર બન્યા છે બાળકો ને હવે બેસવા અને અભ્યાસ માટે નવીન વર્ગ ખંડ ક્યારે મળે છે બેસવા માટે તે જોવાનું રહ્યુંસાજ સજેલી કાચ વાળી ઓફિસો માં બેસતા બાબુઓ બાળકો અને વાલીઓ ની પીડા સમજી સત્વરે શાળા ના ઓરડાઓ બનાવવા તજવીજ હાથ ધરે તે જરૂરી.

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button