GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલના આર.કે.મુવાડી પ્રા.શાળાના બાળકોએ જિલ્લા દુધ ડેરી તથા ત્રીમંદિર,સ્મટૅ મૌલ ની મુલાકાત લીધી.

 

તારીખ ૨૯/૦૩/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

સરકારશ્રીના વોકેશનલ ટ્રેનિંગ બેગ્લેસ ડે પ્રોગ્રામ અંતર્ગત કાલોલ તાલુકાના ર.કા.ની મુવાડી પ્રાથમિક શાળા બેઢિયા ના વિદ્યાર્થીઓએ ગોધરા એગ્રીકલ્ચર ટેકનોલોજી યુનિવર્સિટી,ધોળાકુવા , ડી માર્ટ મોલ, પંચામૃત ડેરી, ત્રિમંદિર દાદા ભગવાન ની મુલાકાત લેવામાં આવી. જે અંતર્ગત બાળકોને કૃષિ યુનિવર્સિટીમાં ખેતીમાં ઉપયોગી નવીનતમ અધ્યતન ખેત ઉપયોગી ઓજારો તેમજ ટેકનોલોજી નો ઉપયોગ કરી ખેતીને કઈ રીતે હાઈટેક કરી શકાય તેનો પ્રત્યક્ષ અનુભવ કર્યો. ડી માર્ટ મોલ માં બાળકોએ ભવ્ય વિશાળ શોપિંગ શ્રેણી એક જ જગ્યાએ જોઈ આશ્ચર્ય અનુભવ્યું. ડી માર્ટ મોલ ના કર્મચારીઓએ મોલની કામગીરી તેમજ ત્યાં મૂકવામાં આવતી ઓફરો વિશે બાળકોને સરસ માહિતી આપી. ત્યારબાદ પંચામૃત ડેરી ગોધરાની મુલાકાત લેવામાં આવી. જ્યાં બાળકોને ડેરીમાં કરવામાં આવતી ઉત્પાદક પ્રોડક્ટ તેમજ વિવિધ યુનિટોની મુલાકાત કરાવવામાં આવી. જ્યાં બાળકો એ દૂધની થેલીનું પેકિંગ, ઘી, બટર, દૂધના ફ્લેવર વાળી બોટલોનું પેકિંગ વગેરે જેવી કામગીરી લાઈવ જોઈ. ડેરી તરફથી બાળકોને સરસ ઠંડુ કેસર ફ્લેવરનું દૂધ આપવામાં આવ્યું. ત્યારબાદ સૌ ત્રિમંદિર દાદા ભગવાન ની મુલાકાત લીધી. જ્યાં સૌએ ટેસ્ટી ચણા પુલાવની મજા લીધી. વિશાળ બગીચામાં બાળકોને રમવાની ખૂબ મજા પડી. આમ સમગ્ર દિવસ દરમિયાન બાળકોને નવીન સંસ્થાની મુલાકાત લેવાની તેમજ નવીન વસ્તુ જાણવાની ખૂબ મજા આવી.

Back to top button
error: Content is protected !!