DAHODGUJARAT

સંજેલી કાવડાના મુવાડા પ્રાથમિક શાળાના બાળકોએ માંડલી પે. સેન્ટર શાળામાં કલા મહોત્સવનું ભાગ લીધો

તા. ૦૯. ૦૯. ૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Sanjeli:સંજેલી કાવડાના મુવાડા પ્રાથમિક શાળાના બાળકોએ માંડલી પે. સેન્ટર શાળામાં કલા મહોત્સવનું ભાગ લીધો

કાવડાનામુવાડા પ્રાથમિક શાળામાં કલા મહોત્સવ નું આયોજન કરવામાં આવેલું હતું એમાં પ્રથમ નંબરે આવનાર તમામ વિદ્યાર્થીઓને સીઆરસી કક્ષાની સ્પર્ધામાં મોકલવામાં આવેલા હતા. ચિત્ર સ્પર્ધામાં બારીયા દેવાંશીબેન પર્વતભાઈ, બાળ કવિની સ્પર્ધામાં રાધાબેન મનુભાઈ હઠીલા, સંગીત ગાયન સ્પર્ધામાં ભગોરા ખુશીબેન રાજેશભાઈ તથા સંગીત વાદન સ્પર્ધામાં મુનિયા તૃપિતકુમાર વાલસીંગભાઇ ચાર વિદ્યાર્થીઓને સીઆરસી લેવલની સ્પર્ધામાં મોકલવામાં આવેલા હતા.સદર સી.આર.સી લેવલની સ્પર્ધામાં ચિત્ર સ્પર્ધામાં બારીયા દેવાંશીબેન પર્વતભાઈ પ્રથમ આવેલ છે જેઓ હવે તાલુકા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે. જયારે બાળ કવિ સ્પર્ધામાં હઠીલા રાધાબેન મનુભાઈ દ્વિતીય ક્રમે આવેલ છે સાથે સાથે સી.આર.સી લેવલે વિજ્ઞાન મેળાની પણ સ્પર્ધા ની અંદર કાવડાના મુવાડા પ્રાથમિક શાળાએ ભાગ લઈ વિભાગ 5 અને વિભાગ-4 માં પ્રથમ નંબરે આવેલ છે જે બદલ સૌ ભાગ લેનાર વિદ્યાર્થીઓ અને માર્ગદર્શક સાહેબઓનો ખુબ ખુબ શાળા પરિવારે આભાર વ્યક્ત કર્યો

Back to top button
error: Content is protected !!