ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ પાલનપુર ખાતે શેરીમાં રહેતા બાળકોને દિવાળી પર્વ નિમિત્તે ફટાકડા અને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું
30 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
શેરીમાં રહેતા બાળકોને દિવાળી પર્વ નિમિત્તે ફટાકડા અને મીઠાઈનું વિતરણ 29 ઓક્ટોબર 24 ના રોજ કરવામાં આવ્યું જેમાં બનાસકાંઠા જિલ્લામાં 6 /2021 સુઓમોટો દરમિયાન કુલ 41 પરિવારના 101 બાળકોનો સર્વે કરી બાલ સ્વરાજ પોર્ટલ પર નોંધણી કરવામાં આવી હતી.માને. કલેક્ટર સાહેબના આદેશથી આ બાળકોને સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ આપી અને બનાસકાંઠા જિલ્લાના ક્લાસ-1 અને ક્લાસ-2 અધિકારીઓને સેવાઓ અપાવવા માટે દત્તક આપવામાં આવેલ છે.જેના ભાગરૂપે આજરોજ ચિલ્ડ્રન હોમ પાલનપુર ખાતે દિવાળીના પર્વ નિમિત્તે શેરીના બાળકો ને ફટાકડા અને મીઠાઈ વિતરણ કરવામાં આવી આ કાર્યક્રમ દાતાશ્રી એડવોકેટ શ્રી પ્રકાશભાઈ ધારવા મંત્રી શ્રી પાલનપુર બાર એસોસીએશન તેમજ દાતાશ્રી પ્રણવભાઈ પૃથ્વીરાજ ચૌધરી એક્સ કો. મેમ્બર બાર કાઉન્સિલિંગ ઓફ ગુજરાત અને મંત્રીશ્રી જિલ્લા અદાલત લાઇબ્રેરી પાલનપુર છે.તેમજ બાળ કલ્યાણ સમિતિના ચેરમેનશ્રી જયેશભાઈ દવે, સભ્યશ્રી બનાજી રાજપુત, કુણાલભાઈ ભટ્ટ, ચેતનાબેન ઠક્કર, અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી ડૉ.આશિષ જોશી જિલ્લા બાળ સુરક્ષા કચેરીનો સમગ્ર સ્ટાફ ચિલ્ડ્રન હોમનો સમગ્ર સ્ટાફ હાજર રહેલ બાળકોને મહેમાનો દ્વારા આશીર્વાદ આપી દિવાળી પર્વ નિમિત્તે ફટાકડા અને મીઠાઈ આપવામાં આવેલ શેરીના બાળકો અને તેમના પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળેલ