BANASKANTHAGUJARATKANKREJ

થરામાં જૈન શ્રેષ્ઠિ જીવદયા પ્રેમી પ્રગતિ બેંકના પૂર્વ ચેરમેન ચીનુલાલ પાંચાણીનું નિધન..

ઓગડ તાલુકાના મુખ્ય મથક થરાના જૈન સમાજના અગ્રણી આગેવાન જૈન સમાજ રત્ન જીવદયા પ્રેમી

થરામાં જૈન શ્રેષ્ઠિ જીવદયા પ્રેમી પ્રગતિ બેંકના પૂર્વ ચેરમેન ચીનુલાલ પાંચાણીનું નિધન..

ઓગડ તાલુકાના મુખ્ય મથક થરાના જૈન સમાજના અગ્રણી આગેવાન જૈન સમાજ રત્ન જીવદયા પ્રેમી ગત ૧૨ મી ઓક્ટોમ્બર ૨૦૨૫ મા જેઓની ઉપસ્થિતિમાં યોજાયેલ ઘી પ્રગતિ બેંકનો સુવર્ણ જયંતિ સમારોહના સાક્ષી સમગ્ર પંથક માં ચીનુબાના હુલામણા નામથી ઓળખાતા અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલ થરા પ્રગતિ બેંકના પૂર્વ ચેરમેન અને થરા નગર પાલિકા ના પૂર્વ ઉપ પ્રમુખ તથા પ્રગતિબેંક ના ચેરમેન નૈષદભાઈ શાહ ના પિતા પાંચાણી ચીનુલાલ શિવલાલ (શાહ) નું ૮૫ વર્ષની વયે ૨૨ મી એપ્રિલ ૨૦૨૬ ને બુધવારે નિધન થતા સ્વ.ચીનુલાલ શાહની સ્મશાન યાત્રામાં થરા સ્ટેટમાજી રાજવી એવમ પાલિકા પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, સગા- સ્નેહીજનો, સામાજિક- રાજકીય આગેવાનો,ઘી પ્રગતિ કો-ઓ બેંક થરા સ્ટાફ પરિવાર સહીત તાણા-થરા નગરજનો વિશાળ સંખ્યામાં જોડાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સ્વ.ની (પ્રાર્થના સભા) શોક સભા આજરોજ ૨૩ મી એપ્રિલ ૨૦૨૬ ને ગુરૂવાર ના રોજ સવારે ૯ થી ૧૧ કલાક સુધી અને ત્યારબાદ સમાજના રીત રિવાજ મુજબ ૧૧ થી ૧૨ કલાક સુધી જૈન દાદાવાડી ખાતે રાખેલ છે.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!