જામનગરમાં કોલેરા કેડો મુકતો નથી,વધતા કેસ
*જામનગર શહેરમાં કોલેરા રોગગ્રસ્ત વિસ્તારો માટે જાહેરનામું બહાર પડાયું*
*જામનગર (નયના દવે)
મ્યુનિસિપલ કમિશનરશ્રી, જામનગર મહાનગરપાલિકા, જામનગરની કચેરી તરફથી મળેલ દરખાસ્ત મુજબ જામનગર શહેરમાં આવેલ કાલાવડ રોડ, સનમ સોસાયટી શેરી નંબર 2, એસ.ટી.વર્કશોપ, મહારાજા સોસાયટી હાપા રોડ, જુલેખા મસ્જીદ, હાજીપીર ચોક, અકબરશા મસ્જીદ, રંગુનવાળા હોસ્પિટલ, મોટા પીર ચોક, પટણીવાડ વગેરે વિસ્તારમાંથી કોલેરાના પોઝીટીવ કેસો નોંધાયેલા છે. આ રોગનો ફેલાવો થતો અટકાવવા આ વિસ્તારને કોલેરા રોગગ્રસ્ત વિસ્તાર જાહેર કરવા અને તેની આજુબાજુના 2 કિ.મી.ના વિસ્તારને કોલેરા ભયગ્રસ્ત વિસ્તાર તરીકે જાહેર કરવા માટે દરખાસ્ત મળેલી છે.
તેથી કોલેરા રોગનો ફેલાવો થતો અટકાવવા માટે અને તાત્કાલિક પગલા લેવા માટે એપેડેમીક ડીસીઝ એકટ નંબર 3 ઓફ 1897 અન્વયે જાહેરનામું બહાર પાડવાનું જરૂરી જણાય છે. તેથી એપેડેમીક ડીસીઝ એકટ નંબર 3 ઓફ 1897 અન્વયે કોલેરા રોગ નિયંત્રણની કલમ- 2 પ્રમાણે તેમને મળેલા અધિકારની રૂઈએ જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી બી.કે.પંડયા, જામનગર દ્વારા અત્રે જણાવ્યા અનુસાર પરિશિષ્ટ- 1 માં જણાવેલ વિસ્તારને કોલેરા રોગગ્રસ્ત વિસ્તાર તરીકે અને પરિશિષ્ટ- 2 માં જણાવેલ વિસ્તારને કોલેરા ભયગ્રસ્ત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
જેમાં પરિશિષ્ટ- 1 મુજબ જામનગરમાં કાલાવડ રોડ, સનમ સોસાયટી શેરી નંબર 2, એસ.ટી.વર્કશોપ, મહારાજા સોસાયટી હાપા રોડ, જુલેખા મસ્જીદ, હાજીપીર ચોક, અકબરશા મસ્જીદ, રંગુનવાળા હોસ્પિટલ, મોટા પીર ચોક, પટણીવાડ સહિતનો વોર્ડ નંબર 12 નો સમગ્ર વિસ્તાર કોલેરા રોગગ્રસ્ત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યો છે. ઉપરાંત ૫રિશિષ્ટ -2 મુજબ જામનગરમાં કાલાવડ રોડ, સનમ સોસાયટી શેરી નંબર 2, એસ.ટી.વર્કશોપ, મહારાજા સોસાયટી હાપા રોડ, જુલેખા મસ્જીદ, હાજીપીર ચોક, અકબરશા મસ્જીદ, રંગુનવાળા હોસ્પિટલ, મોટા પીર ચોક, પટણીવાડ સહિત વોર્ડ નંબર 12 નો સમગ્ર વિસ્તાર અને તેની આસપાસનો 2 કિ.મી.નો વિસ્તાર કોલેરા ભયગ્રસ્ત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યો છે.
એપેડેમીક ડીસીઝ એકટ- 1897 ની કલમ -3 હેઠળ પરિશિષ્ટ- 1 અને 2 માં જણાવેલા વિસ્તારો માટે નાયબ કમિશ્નરશ્રી, જામનગર મહાનગરપાલિકા, જામનગરની કોલેરા નિયંત્રણ અધિકારીશ્રી તરીકે નિયુક્તિ કરવામાં આવે છે અને તેમને નિયંત્રણ હેઠળની તમામ સત્તાઓ એનાયત કરવામાં આવે છે. ઉક્ત જાહેરનામાની સદરહુ વિસ્તારના તમામ લોકોને જાણ થાય, તે રીતે તેની બહોળી રીતે પ્રસિદ્ધિ મેડીકલ ઓફીસર ઓફ હેલ્થ, જામનગર મહાનગરપાલિકાએ કરાવવાની રહેશે.
*000000*