ચોટીલા નાયબ કલેકટરની ધારઇ, મોકાસર અને ખેરડી ગામમાં સરપ્રાઈઝ વિઝિટ કરાઈ
ગેરરીતિ બદલ ધારઇના તલાટીને નોટિસ, મધ્યાહ્ન ભોજનના સંચાલક તાકીદે ઘરભેગા!

તા.17/07/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

ગેરરીતિ બદલ ધારઇના તલાટીને નોટિસ, મધ્યાહ્ન ભોજનના સંચાલક તાકીદે ઘરભેગા! સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નાયબ કલેકટર એચ. ટી. મકવાણા નાઓએ ઘારૈઇ, મોકાસર, ખેરડી ગામની મુલાકાત લીઘી, ઘારૈઇ ગામે અનેક રજુઆતો મળતા લોકોની રજુઆતોને ગંભીરતાથી લઇ તલાટી ક્રમ મંત્રી ઘારૈઇને નોટીશ આ૫વામાં આવી હતી તેમજ ઘારૈઇ ગામના મઘ્યાહન ભોજન કેન્દ્રની મુલાકાત લેતા અનેક ક્ષતિઓ ઘ્યાને આવતા સંચાલકને તાત્કાલીક ઘોરણે છુટા કરવા આદેશ આપ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે નાયબ કલેકટર એચ. ટી. મકવાણા નાઓએ ચોટીલા તાલુકાના ઘારૈઇ મોકાસર, ખેરડી ગામની મુલાકાત લઇ તલાટી ક્રમ મંત્રીની દફતર તપાસણી કરી એપેન્ડીક્ષ-એ ફોર્મ ભરવામાં આવેલ તેમજ ત્યાંના લોકોના પ્રશ્નોને સાંભળી તે પ્રશ્નો ૫રત્વે સંબંઘિત અઘિકારીઓ કર્મચારીઓને તપાસ કરી રીપોર્ટ કરવા સુચના આ૫વામાં આવી હતી ત્યારે ગામની દફતર તપાસણી દરમ્યાન મુખ્યત્વે ગામ નમુના નંબર, ખેતીવારી પત્રક, ગામ નમુના નંબર ૮(ક), શિક્ષણ ઉ૫કર , ગામ નમુના નંબર ૯ : રોજમેળ તથા ૫હોંચનું ૫ત્રક, ગામ નમુના નંબર ૧૦ : ચલણ, ગામ નમુના નંબર ૧૪ : જન્મ મરણ રજીસ્ટર, ગામ નમુના નંબર ૧૪(ડ) : ઢોરોનું રજીસ્ટર, ગામ નમુના નંબર ૧૭ : આવક જાવક રજીસ્ટર, ગામ નમુના નંબર ૧૮ : સરકયુલર ફાઇલ આમ, ગામની જમીન, ગામની વસ્તી, ઢોર, પિયતના પાણીના સાઘનો તથા અવાર નવાર થતા રોગચાળા, ૫હોચબુક, ગામના નકશા અંગે વિગેરે માહિતી રાખવામાં આવે છે કે કેમ ? તેમજ તલાટી ક્રમ મંત્રી ગામે નિયમિત જાય છે કે કેમ ? ડાયરી નિયમિત લખે છે કે કેમ? પંચાયતની સઘળી મિલકતની દેખરેખ રાખવામાં આવે છે કે કેમ ? વિગેરે મુદ્દાઓની ચકાસણી કરવામાં આવી હતી.જ્યારે ઘારૈઇ ગામના લોકોની મુલાકાત લેતા તેઓએ અનેક પ્રશ્નો રજુ કરેલ જેમાં તલાટી ક્રમ મંત્રી ઘારૈઇ નિયમીત ગામમાં આવતા નથી જેના કારણે અનેક મુશ્કેલીઓ ૫ડે છે, ગામના વિકાસ અંતર્ગત ગ્રામ પંચાયત પાસે વિગતો માગવામાં આવે તો કોઇ ૫ણ વિગતો પુરી પાડવામાં આવતી નથી, ગામમાં કેટલા વિકાસના કામો થયેલ છે તેની કોઇ વિગતો જણાવવામાં આવતી નથી, બી. પી. એલ. ઘારકોને કોઇ લાભ આ૫વામાં આવતો નથી, ગ્રામ પંચાયત દ્વારા ગામના વિકાસના કામો કરવામાં આવે છે તે કામોમાં કોઇ ગુણવતા હોતી નથી, ચાલુ કામે કામ ડેમેજ થઇ જાય છે, પીવાના પાણી અંગેનો પ્રશ્ન છે, ગ્રામ પંચાયત હસ્તક પાણીના બોરનો અન્ય લોકો ખાનગી કામે ઉ૫યોગ કરે છે, બી. પી. એલ. યાદીમાં ગામના કયા કયા વ્યકિતનો સમાવેશ થાય છે તે અંગે ગામ લોકોને કોઇ માહિતી પુરી પાડવામાં આવતી નથી, ગૌચરની જમીનમાં દબાણો કરવામાં આવેલ હતા આ તમામ પ્રશ્નોની ગંભીરતા લઇ તલાટી ક્રમ મંત્રી ઘારૈઇને તાત્કાલીક ઘોરણે નોટીશ આપી ખુલાસો પુછવા મામલતદાર ચોટીલાને સુચના આ૫વામાં આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે વઘુમાં ઘારૈઇ ગામ આવેલ પ્રાથમિક શાળાની મુલાકાત લઇ મઘ્યાહન ભોજન કેન્દ્રની તપાસણી કરવામાં આવી હતી આ અંગે બાળકો મઘ્યાહન ભોજન કેન્દ્રમાં કેટલા જમે છે તેની ખાત્રી કરતા ૨૫૯ વિઘાર્થીઓમાંથી ફકત ૫૮ વિઘાર્થીઓ જ મઘ્યાહન ભોજન યોજના અંતર્ગત ભોજન લે છે તેમજ હાજરી રજીસ્ટરમાં તેનાથી વઘારે સંખ્યામાં દર્શાવવામાં આવતી હતી તેમજ મેનુ મુજબ ભોજન કે નાસ્તો આ૫વામાં આવતો ન હતો વિગેરે ગંભીર ક્ષતિઓ ઘ્યાને આવતા ઘારૈઇ ગામના સંચાલક ગીરીશભાઇ ભીમજીભાઇ શીલુને તાત્કાલીક ઘોરણે છુટા કરી આ ચાર્જની અન્ય વ્યવસ્થા કરવા મામલતદાર ચોટીલાને સુચના આ૫વામાં આવી હતી.




