CHOTILAGUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

ચોટીલા નાયબ કલેક્ટર દ્વારા નવનિયુક્ત તલાટીઓને સ્થળ પર લઈ જઈ તાલીમ આપવામાં આવી હતી

તા.05/08/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ચોટીલા એચ. ટી. મકવાણા નાઓ દ્વારા તાજેતરમાં નવનિયુક્ત થયેલ રેવન્યુ તલાટીઓને મહેસૂલી કામગીરી વધુ અસરકારક, પારદર્શક અને જવાબદારીપૂર્વક કરી શકે તે હેતુથી સ્થળ ઉપર લઈ જઈને તાલીમ આપવામાં આવી હતી આ પ્રસંગે નાયબ કલેક્ટર એ જણાવ્યું હતું કે સરકારી જમીન રાજ્યની મૂલ્યવાન સંપત્તિ હોવાથી તેની જાળવણી, નિભાવણી તથા સંરક્ષણની જવાબદારી મહેસૂલ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની અગત્યની ફરજ છે સરકારી જમીનો ઉપર ગેરકાયદેસર દબાણ, ખનન, બાંધકામ અથવા અન્ય કોઈપણ પ્રકારની અનધિકૃત પ્રવૃત્તિ ન થાય તે માટે નિયમિત દેખરેખ રાખવાની તેમજ સ્થળ પર સમયાંતરે મુલાકાત લઈ હદ નિશાનની ચકાસણી કરવાની સૂચનાઓ આપવામાં આવી હતી ઉપરાંત સરકારી જમીનની સીમાઓ સ્પષ્ટ રીતે જળવાઈ રહે અને કોઈ વિવાદ ઊભો ન થાય તે માટે જરૂરી કાર્યવાહી સમયસર કરવાની સમજ પણ આપવામાં આવી હતી તાલીમ દરમિયાન નવનિયુક્ત રેવન્યુ તલાટીઓને RO ડાયરી અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું RO ડાયરીનું મહત્વ તેમાં સમયસર અને ચોકસાઈ પૂર્વક નોંધ કરવાની પ્રક્રિયા, નોંધાયેલ વિગતોની જવાબદારી તેમજ મહેસૂલી કામગીરીમાં RO ડાયરીની ઉપયોગિતા અંગે વિગતવાર સમજ આપવામાં આવી હતી તમામ નોંધો નિયમો મુજબ અને સમયસર કરવામાં આવે તે અંગે ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો વધુમાં જે ગામોમાં સરકારી જમીનો આવેલી હોય તેવા ગામોમાં સરકારી જમીન સંબંધિત કોઈપણ પ્રકારની હલચલ, ફેરફાર અથવા સંભવિત ગેરરીતિ અંગે સિસ્ટમ દ્વારા સંબંધિત સર્કલ ઓફિસરની RO ડાયરીમાં ઇન્સિડન્ટ જનરેટ થતો હોય છે આવા ઇન્સિડન્ટ પ્રાપ્ત થતાં જ સંબંધિત રેવન્યુ તલાટી તથા સર્કલ ઓફિસરે વિલંબ કર્યા વગર સ્થળ ઉપર જઈ હકીકતની ખાતરી કરવી, જરૂરી પંચનામું અથવા નોંધણી કરવી તેમજ જો કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરી ઉચ્ચ અધિકારીઓને અહેવાલ કરવાની સૂચનાઓ આપવામાં આવી હતી નાયબ કલેક્ટરએ વધુમાં જણાવ્યું હતું કે મહેસૂલ વિભાગના દરેક કર્મચારીએ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવવી, સરકારી જમીનોનું રક્ષણ કરવું, નિયમિત મેદાની મુલાકાતો લેવી તેમજ સરકારી સંપત્તિના સંરક્ષણ માટે સતર્કતા રાખવી અત્યંત આવશ્યક છે સ્થળ પર તાલીમ આપવાથી નવનિયુક્ત રેવન્યુ તલાટીઓને તેમની ફરજ વધુ કાર્યક્ષમ રીતે નિભાવવામાં ઉપયોગી સાબિત થશે અને સરકારી જમીનના સંરક્ષણમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપશે.

Back to top button
error: Content is protected !!