GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ ના સર્કલ મામલતદારે તાલુકાના જેતપુર પાસેથી ગેરકાયદેસર રેતી ભરી જતુ ટ્રેકટર ઝડપ્યુ
તારીખ ૦૨/૦૮/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ પંથકમાં ગેરકાયદેસર રેતી ખનન પૂરજોશ મા ચાલી રહ્યુ છે છેલ્લા બે દિવસમાં બે વાહનો પકડાયા બાદ પણ ગેરકાયદેર ખનન ની કામગીરી બંધ થઈ નથી.ત્યારે ગુરૂવારે કાલોલ ના સર્કલ મામલતદાર રાકેશ સુથારીયા એ કાલોલ તાલુકાના જેતપુર પાસેથી ગેરકાયદેસર રીતે રેતી ભરી જતુ ટ્રેકટર ઝડપ્યુ ચાલક પાસે રેતી નો કોઇ પાસ પરમીટ ન હોય ત્રણ ટન જેટલી રેતી ભરેલુ ટ્રેકટર જીજે ૧૭ એ એન ૧૯૩૪ મામલતદાર કચેરીમા મુકાવી ટ્રેકટર માલીક તેજાજી વંઝારા સામે કાયદેસર કાર્યવાહી કરવા માટે જીલ્લા ખાણ ખનીજ વિભાગ ને જાણ કરી છે.