
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી કચ્છ – ૧૫ એપ્રિલ : અહેમદવાદ ના ખોખરા સ્પોર્ટ્સ સંકુલ માં યોજાયેલ પી.આઈ અર્થાત્ પાવરલિફ્ટીંગ ઇંડિયા જે પાવરલિફ્ટિંગ ની દુનિયા માં સૌથી અઘરી સ્પર્ધા મનાય છે તેમાં કચ્છ ની ૧૮ વર્ષ ની વિદ્યાર્થીની કુમારી ધારા શર્મા રાજ્યભરમાં ૨૬૫ કિલોગ્રામ ટોટલ ઊંચકી રાજ્ય માં પ્રથમ નંબરે આવી હતી. ધારા એ સ્ક્વેટ માં ૮૫ કિગ્રા, બેન્ચપ્રેસ માં ૫૫ કિગ્રા તેમજ ડેડલિફ્ટ માં ૧૨૫ કિગ્રા વજન ઊંચક્યું હતું. કચ્છ માંથી આ સંસ્થા ની રાજ્ય કક્ષા ની સ્પર્ધા માં પ્રથમ આવનાર તે કચ્છ ની પ્રથમ જુનિયર વિભાગ ની યુવતી છે. તેની હવે મેં મહિના માં આંધ્ર પ્રદેશ ખાતે યોજાનારી રાષ્ટ્રીય સ્પર્ધા માં ભાગ લેશે અને જો તેમાં ચેમ્પિયન થશે તો સાઉથ અફ્રીકા ખાતે આંતરરાષ્ટ્રીય સ્પર્ધા રમવા જશે. આ યુવતી ને ભુજ ના જાણીતા પાવરલિફ્ટર વત્સલ મહેશ્વરી એ તાલીમ આપી હતી અને રાષ્ટ્રીય કક્ષા એ પણ તેમની તાલીમ વત્સલ મહેશ્વરી ના હેઠળ ચાલુ રહેશે. વત્સલ એ જણાવ્યું હતું કે આ યુવતી ખુબજ ટેલેન્ટેડ હોવાથી તે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષા એ જળકે તેવી પુરે પૂરી સંભાવના છે.





