DAHODDAHOD CITY / TALUKOGUJARAT

દાહોદ ઝાયડસ હોસ્પિટલના તબીબોની કમાલ:મધ્યપ્રદેશના ગંભીર ટીબી અને ફેફસાના દર્દીને ૩૬ દિવસની સારવાર બાદ નવજીવન આપ્યું

તા.૨૧.૦૭.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ ઝાયડસ હોસ્પિટલના તબીબોની કમાલ:મધ્યપ્રદેશના ગંભીર ટીબી અને ફેફસાના દર્દીને ૩૬ દિવસની સારવાર બાદ નવજીવન આપ્યું

મધ્યપ્રદેશના રતલામની ખાનગી હોસ્પિટલમાં ₹૮૦ હજારનો ખર્ચ કરવા છતાં સ્થિતિ ન સુધરી, દાહોદ ઝાયડસ હોસ્પિટલના નિષ્ણાતોની દેખરેખમાં દર્દી સંપૂર્ણ સ્વસ્થ થઈ વતન પરત ફર્યા માનવતા અને તબીબી ક્ષેત્રે ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડતા દાહોદની ઝાયડસ હોસ્પિટલના તબીબોએ ડો.અરુણા ગણાવા ડૉ.કમલેશભાઈ નિનામા ડૉ. હાર્દિકભાઈ પટેલ ડૉ નેહા ડૉ. નીતિન અને નર્સિંગ સ્ટાફની 36 દિવસ મહેનત બાદ દર્દી મંજુલાબેન ખાખરા રજા લઈ ઘરે ગયા હતા દાહોદ હોસ્પિટલમાં છેલ્લા ૩૬ દિવસથી સારવાર લેતા દર્દી મંજુલાબેન ઉંમર.54 વર્ષ મૂળ મધ્યપ્રદેશ ભોપાલ હાલ MP રતલામ ના રહેવાસી છે દર્દીને ગંભીર બીમારી રહી હતી મણકાનું ટીબી.. મગજનો ટીબી. ફેંપસાનું ટીબી કમળો પણ થઈ ગયો હતો એક દર્દીને મોતના મુખમાંથી બહાર લાવી નવજીવન આપ્યું છે. મધ્યપ્રદેશના રતલામથી આવેલા અને ફેફસાં તેમજ ટીબીની ગંભીર બીમારીથી પીડાતા એક દર્દીને ૩૬ દિવસની સઘન અને રાત-દિવસની સારવાર બાદ સંપૂર્ણ સ્વસ્થ કરવામાં તબીબી ટીમને મોટી સફળતા મળી છે.અન્ય જગ્યાએ ખર્ચ કરવા છતાં આશા ગુમાવી હતી રતલામ પંથકના આ દર્દીની તબિયત લથડતાં પરિવારે અન્ય તબીબી સંસ્થાઓમાં સારવાર કરાવી હતી. ત્યાં આશરે ₹૮૦,૦૦૦ જેટલો મોટો ખર્ચ કરવા છતાં દર્દીની સ્થિતિમાં કોઈ સુધારો થયો ન હતો, અને તબિયત દિન પ્રતિદિન વધુ નાજુક બનતી ગઈ હતી. દર્દી ગંભીર ફેફસાના ઇન્ફેક્શન અને ટીબીની જીવલેણ અસર હેઠળ પીડાઈ રહ્યો હતો.૩૬ દિવસની સઘન સારવાર અને યોગ્ય દેખરેખનિરાશ થયેલા પરિવારે આખરે દર્દીને દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. હોસ્પિટલના ક્રિટિકલ કેર અને પલ્મોનોલોજી વિભાગના નિષ્ણાત તબીબો તેમજ પેરામેડિકલ સ્ટાફે કેસની ગંભીરતા સમજી તુરંત જ સઘન સારવાર (ICU) શરૂ કરી હતી. સતત ૩૬ દિવસ સુધી ચાલેલી આ સારવાર, યોગ્ય દવાઓ અને સ્ટાફની ચોક્કસ દેખરેખના કારણે દર્દીની સ્થિતિમાં ધીમે-ધીમે ચમત્કારિક સુધારો જોવા મળ્યો હતો. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત નિ:શુક સારવાર મળી પરિવારે હોસ્પિટલ સ્ટાફનો આભાર માન્યો ઝાયડસ હોસ્પિટલના તબીબોના સચોટ નિદાન અને નર્સિંગ સ્ટાફની સમર્પિત સેવાના કારણે દર્દી હવે સંપૂર્ણપણે રોગમુક્ત અને સ્વસ્થ થઈ ગયો છે. હોસ્પિટલમાંથી રજા મળતાં દર્દી હસતા મુખે પોતાના વતન રતલામ પરત ફર્યા છે. દર્દીના પરિવારે ઝાયડસ હોસ્પિટલના તબીબો અને વહીવટી સ્ટાફનો હૃદયપૂર્વક આભાર માનતા જણાવ્યું હતું કે, “જ્યાં અમે આશા છોડી દીધી હતી, ત્યાં ઝાયડસે અમને નવું જીવન આપ્યું છે

Back to top button
error: Content is protected !!