તા. ૯. ૧૧. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:આયુષ્માન ભારત વય વંદના યોજના માં ૭૦થી વધુ ઉંમર ના નાગરિકો આયુષ્માન કાર્ડ મેળવી શકશે
પી.એમ.જે.એ.વાય-મા યોજના હાલમાં “પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના” અંતર્ગત રૂ.૧૦ (દસ) લાખનો વાર્ષિક કૌટુંબિક આરોગ્ય વીમો મેળવવાની યોજના અમલમાં છે. આ યોજના અંતર્ગત “આયુષ્યમાન કાર્ડ” યોગ્યતા ધરાવતા નાગરિકોને આપવામાં આવે છે. આ યોજના ઉંમરલાયક નાગરિકોને સરળતા થી આરોગ્ય વીમો પ્રાપ્ત થાય તે માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા તા.૨૯.૧૦.૨૦૨૪ ના રોજ ૭૦વર્ષ અને ૭૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા નાગરિકોને આવકની મર્યાદા ધ્યાનમાં લીધા સિવાય “આયુષ્યમાન કાર્ડ” આપવાનો અમલ શરૂ કરેલ છે. આ કેટેગરી નું નામ “આયુષ્માન ભારત વય વંદના યોજના” રાખવામાં આવેલ છે. જે અંતર્ગત ૭૦વર્ષ અને ૭૦ વર્ષથી વધુ ઉંમરના નાગરિકો આધાર કાર્ડ વેરિફિકેશન કરાવી “આયુષ્માન કાર્ડ” મેળવી શકે છે. આ માટે “આયુષ્યમાન એપ” દ્વારા પણ ઘરે બેઠા નાગરિકો આયુષ્માન કાર્ડ મેળવી શકે છે આજ રોજ દાહોદ તાલુકાના બોરવાણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બોરવાણી ગામના સંગાડિયા ફળીયા માં રહેતા દેરુભાઇ સુરપાલભાઇ સંગાડા ને ઘેર બેઠા આરોગ્ય વર્કર દ્વારા આયુષ્માન કાર્ડ બનાવી આપ્યુ તેમના દ્વારા આરોગ્ય વિભાગ અને સરકાર શ્રી નો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો