GUJARATJAMBUSAR

સી.આર.સી. કો. ઓ. તાલુકા શાળા જંબુસર દ્રારા ક્લસ્ટર કક્ષાનું બાળવૈજ્ઞાનિક પ્રદર્શન યોજવામાં આવ્યું.

જી. સી. ઈ. આર. ટી.ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભરૂચ પ્રેરિત ક્લસ્ટર રિસોર્સ સેન્ટર. સી.આર.સી તાલુકાશાળા સમગ્રઆયોજન કરવામાં આવ્યું હતું
પ્રદર્શનના મુખ્ય મહેમાન તરીકે તાલુકાના શિક્ષણ અધિકારી શ્રી કાનજીભાઈ એચ પઢિયાર , હાજી કન્યા શાળાના હેડ શિક્ષક રાહુલ કુમાર બી મોરી રાજ્ય કારોબારી સભ્ય હાર્દિક સાયન્સ એકેડમીના શ્રી પવનભાઈ ભાટીયા હાર્દિક ઇંગ્લિશ એકેડમી ના ધીરેન્દ્રસિંહ પ્રવિણસિંહ રણા એસ. એન. આઇ .સી હાઇસ્કુલ ના આચાર્યશ્રી તારસિંગ વસાવા આરીફ ભાઈ મલેક જેઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મહેમાનોનું પુષ્પગુચ્છ અને શબ્દોના માધ્યમથી સ્વાગત કરીને કાર્યક્રમના મુખ્ય મહેમાનો દ્વારા રીબીન કાપીને પ્રદર્શન ખુલ્લું મૂક્યું હતું
આ પ્રદર્શનમાં કુલ 5 અલગ અલગ વિભાગોમાં બાળ વૈજ્ઞાનિકોએ પોતાની કૃતિઓ રજૂ કરી હતી જેમાં ક્લસ્ટરની કુલ 12 શાળાઓમાંથી 22 કૃતિઓ અત્રે પ્રદર્શિત થઈ હતી જેમાં કુલ 46 બાળ વૈજ્ઞાનિકોએ પોતાની વૈજ્ઞાનિક સૂઝ સમજ આધારિત મોડેલ્સ તૈયાર કર્યા હતા. તમામને ઉપરોક્ત અધિકારીઓ દ્વારા એમની વૈજ્ઞાનિક સૂઝ વધુમાં વધુ વિકસિત થાય તેમજ વૈજ્ઞાનિક દ્રષ્ટિ કોણ વિકસે એવા આશીર્વાદ પણ આપ્યા હતા ઉપરોક્ત પ્રદર્શનને નિહાળવા માટે આજુબાજુની અલગ અલગ શાળાઓમાંથી કુલ 1200 થી 1300 બાળકોએ આ પ્રદર્શનને નિહાળવાનો લાભ લીધો હતો આ પ્રદર્શનમાં દરેક બાળ વૈજ્ઞાનિક પ્રોત્સાહન રૂપે લખવા માટેનું પેડ તેમજ પ્રમાણપત્ર આપીને તેમને સન્માન્યા હતા ઉપરોક્ત સમગ્ર બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન નું સમગ્ર આયોજન સી.આર.સી કોડિનેટર શ્રી બીપીનભાઈ મહીડા દ્વારા સુબદ્ધ રીતે કરવામાં આવેલ હતું અને તમામ શાળાના બાળકો આવી જ રીતે ભાગ લે એવી શુભેચ્છા આપી હતી.
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!