MORBI:મોરબીની સુરક્ષામાં વધારો: રૂ. ૪૫ કરોડના ખર્ચે ૫ નવા આધુનિક ફાયર સ્ટેશનોનું નિર્માણ થશે




MORBI:મોરબીની સુરક્ષામાં વધારો: રૂ. ૪૫ કરોડના ખર્ચે ૫ નવા આધુનિક ફાયર સ્ટેશનોનું નિર્માણ થશે

મોરબી: શહેરની સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદ્રઢ અને સજ્જ બનાવવાના હેતુથી મોરબી મહાનગરપાલિકા દ્વારા એક મહત્ત્વાકાંક્ષી આયોજન હાથ ધરવામાં આવ્યું છે. વધતી જતી વસ્તી અને ઔદ્યોગિક વિસ્તારને ધ્યાનમાં રાખીને શહેરમાં રૂ. ૪૫ કરોડના અંદાજિત ખર્ચે ૫ નવા ફાયર સ્ટેશનો બનાવવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.હાઈ-ટેક સુવિધાઓથી સજ્જ હશે ફાયર સ્ટેશન આ પ્રોજેક્ટ અંતર્ગત નિર્માણ પામનાર મોડેલ ફાયર સ્ટેશનો માત્ર આગ ઓઝવવા પૂરતા સીમિત નહીં રહે, પરંતુ તેમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. જેમાં:હાઈ-ટેક કંટ્રોલ રૂમ: ઝડપી પ્રતિસાદ માટે અત્યાધુનિક સિસ્ટમ.આધુનિક ગેરેજ: અગ્નિશામક વાહનોની જાળવણી માટે ખાસ વ્યવસ્થા.રહેણાંક સુવિધા: સ્ટાફ માટે સ્ટેશન પર જ રહેવાની સુવિધા જેથી ૨૪ કલાક સેવામાં તત્પર રહી શકાય.વોટર સ્ટોરેજ: અન્ડરગ્રાઉન્ડ અને એલિવેટેડ વોટર ટેન્કની સુવિધા.ફાયર સ્ટેશનોની વિગતવાર માહિતી મહાનગરપાલિકા દ્વારા આયોજિત પાંચ ફાયર સ્ટેશનોની વિગત નીચે મુજબ છે:

સરનામું: સુધારા શેરી, સરદાર રોડ, મોરબી, અંદાજિત ખર્ચ: રૂ. ૧.૭૪ કરોડ, કામગીરીની સ્થિતિ: કામગીરી પ્રગતિ હેઠળ છે, પૂર્ણ થવાની તારીખ: જુલાઈ-૨૦૨૭ ૨. મોડેલ ફાયર સ્ટેશન સરનામું: માળીયા ચોકડી, સર્કિટ હાઉસ સામે, મોરબી્, અંદાજિત ખર્ચ: રૂ. ૧૦.૧૦ કરોડ, કામગીરીની સ્થિતિ: કામગીરી પ્રગતિ હેઠળ છે. પૂર્ણ થવાની તારીખ: જુલાઈ-૨૦૨૭ ૩. ઝોનલ ફાયર સ્ટેશન: સરનામું: શક્તિ શાળા પાસે, મોરબી, અંદાજિત ખર્ચ: રૂ. ૧૧.૩ કરોડ, કામગીરીની સ્થિતિ: પ્રક્રિયા ચાલુ છે., પૂર્ણ થવાની તારીખ: નક્કી થવાની બાકી ૪. અમરેલી ફાયર સ્ટેશન સરનામું: અમરેલી કાંઠા બાયપાસ રોડ, મોરબી, અંદાજિત ખર્ચ: રૂ. ૧૫.૦૩ કરોડ, કામગીરીની સ્થિતિ: પ્રક્રિયા ચાલુ છે., પૂર્ણ થવાની તારીખ: નક્કી થવાની બાકી ૫. એસ.પી. રોડ ફાયર સ્ટેશન સરનામું: રવાપર એસ.પી. રોડ, મોરબી, અંદાજિત ખર્ચ: રૂ. ૧૦.૪૭ કરોડ, કામગીરીની સ્થિતિ: પ્રક્રિયા ચાલુ છે., પૂર્ણ થવાની તારીખ: નક્કી થવાની બાકી.
સુધારા શેરી અને માળીયા ચોકડી ખાતેના ફાયર સ્ટેશનોનું કામ હાલ પૂરજોશમાં ચાલી રહ્યું છે, જે આગામી જુલાઈ-૨૦૨૭ સુધીમાં કાર્યરત થઈ જવાની શક્યતા છે.આ નવા ફાયર સ્ટેશનો કાર્યરત થવાથી મોરબીના નાગરિકોને ઈમરજન્સીના સમયે વધુ ઝડપી અને અસરકારક ફાયર સર્વિસ મળી રહેશે, જે શહેરની સુરક્ષામાં સીમાચિહ્નરૂપ સાબિત થશે.



