
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મોડાસા – એમ. કે. શાહ લાટીવાળા પી.ટી.સી. કોલેજના તાલીમાર્થીઓની પાંચ દિવસીય ઇન્ટરનશીપનો પ્રારંભ
મોડાસા : એમ. કે. શાહ લાટીવાળા પી.ટી.સી. કોલેજ, મોડાસાના તાલીમાર્થીઓ માટે તા. 10/08/2026 થી 15/08/2026 દરમિયાન પાંચ દિવસીય ઇન્ટરનશીપ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.ઇન્ટરનશીપ કાર્યક્રમ અંતર્ગત કોલેજના તાલીમાર્થીઓએ વિવિધ પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શાળાઓની મુલાકાત લઈ પ્રત્યક્ષ શૈક્ષણિક અનુભવ પ્રાપ્ત કર્યો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ તાલીમાર્થીઓને વર્ગખંડમાં શિક્ષણકાર્યનો પ્રાયોગિક અનુભવ કરાવવાનો તેમજ તેમની અધ્યાપન ક્ષમતા, વર્ગવ્યવસ્થાપન કૌશલ્ય અને સર્જનાત્મક અભિગમનો વિકાસ કરવાનો છે.
તાલીમાર્થીઓને નીચેની શાળાઓમાં ઇન્ટરનશીપ માટે મોકલવામાં આવ્યા છે:1. ગણેશપુર પ્રાથમિક શાળા,2. ભેરુંડા પ્રાથમિક શાળા,3. નવાનગર પ્રાથમિક શાળા,4. બાજકોટ પ્રાથમિક શાળા,5. સુરતનપુરા પ્રાથમિક શાળા,6. પટેલ ઢુંઢા પ્રાથમિક શાળા,7. સાકરીયા પ્રાથમિક શાળા,8. શ્રી જે.પી.કે. ધુવાડ ઉચ્ચ પ્રાથમિક શાળા,9. ડુંગરવાડા પ્રાથમિક શાળા10. નાની ઇસરોલ પ્રાથમિક શાળા,11. રેલ્લાવાડા પ્રાથમિક શાળા,12. રામગઢી પ્રાથમિક શાળા,13. બાયલ ઢાખરોલ પ્રાથમિક શાળા
ઇન્ટરનશીપ દરમિયાન તાલીમાર્થીઓ દ્વારા વિવિધ વિષયોના પાઠનું આયોજન અને અધ્યાપન, શિક્ષણ-અધ્યયન સામગ્રીનો ઉપયોગ, વિદ્યાર્થીઓ સાથે સંવાદ, શૈક્ષણિક તથા સહશૈક્ષણિક પ્રવૃત્તિઓનું આયોજન અને વર્ગખંડ વ્યવસ્થાપન જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.
આ પાંચ દિવસીય ઇન્ટરનશીપ તાલીમાર્થીઓ માટે ‘અનુભવ દ્વારા શિક્ષણ અને શિક્ષણ દ્વારા અનુભવ’ પ્રાપ્ત કરવાનો ઉત્તમ અવસર બની રહેશે. શાળાના આચાર્યશ્રીઓ તથા શિક્ષકોના માર્ગદર્શનથી તાલીમાર્થીઓને વાસ્તવિક શૈક્ષણિક પરિસ્થિતિનો પરિચય મળશે અને ભાવિ શિક્ષક તરીકે જરૂરી કૌશલ્યોનો વિકાસ થશે.મ લા ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત પ્રમુખ મહેન્દ્રભાઈ શાહ તથા પ્રભારી મંત્રી જયેશભાઈ દોશી એ શુભેચ્છાઓ પાઠવી હતી. કોલેજના આચાર્ય ડૉ. સંતોષભાઈ દેવકર તથા અધ્યાપકગણના માર્ગદર્શન હેઠળ આ ઇન્ટરનશીપ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.





