કાલોલની પરણિતાને શારીરિક માનસીક ત્રાસ આપી નોકરી છોડાવી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા પતી સામે ફરીયાદ
તારીખ ૧૨/૦૩/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ ના પુરષોત્તમનગર સોસાયટીમાં રહેતી ભારતીબેન દ્વારા નોંધાવેલ ફરીયાદ ની વિગતો મુજબ તેઓના પતિ ચિરાગકુમાર રમેશભાઈ વાઘેલા સીઆરપીએફ મા નોકરી કરે છે અને જયારે જ્યારે રજા લઈ ઘરે આવે ત્યારે કોઈને કોઈ બહાને ઝઘડો કરી શારીરિક માનસીક ત્રાસ આપી મારઝૂડ કરતા હોય છે જેથી પરણિતા પોતાની સાત વર્ષની પુત્રી સાથે સાથે પિતાના ઘરે રહે છે અને છેલ્લા ત્રણેક મહિનાથી ખાનગી શાળામાં નોકરી કરે છે. સોમવારે બપોરે તેણીના પતિ સ્કુલ પર આવ્યા હતા અને ગંદી ગાળો બોલી તુ તારી નોકરીમાંથી રાજીનામુ આપી દે તેમ કહી ઝપાઝપી કરતા શાળાનો સ્ટાફ અને આચાર્ય આવી ગયેલ અને તેઓને પણ ગાળો બોલતા હતા.જેથી પતિના કહેવાથી નોકરીમાંથી રાજીનામુ આપી દીધેલ ત્યારબાદ તે જ દિવસે બપોરે પરણિતા પોતાના પિતાને ઘરે હતી ત્યારે તેનો પતિ ચિરાગકુમાર ત્યા આવી ગયો હતો અને મા બેન સમાણી ગંદી ગાળો બોલતા ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાઈ જઈને પરણિતાને ગડદા પાટુ નો માર માર્યો હતો જેથી બુમાબુમ કરતા પરિણીતાનો ભાઈ અને તેના માસી છોડાવવા આવ્યા હતા ત્યારે ચિરાગકુમારે પરણિતાની માસીના વાળ પકડી જમીન ઉપર પાડી દીધેલ અને ઘર પાસે મુકેલ ભાઈની મોટરસાયકલને રસ્તા પર પાડી દઈ પત્થર મારી હેડલાઇટ તોડી નાખી હતી અને મારું કહ્યુ નહી કરો તો જાન થી મારી નાખીશ તેવી ધમકીઓ આપતા પરણિતા એ કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી જેની તપાસ પોલીસે શરૂ કરી છે.