વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
સરકારી પોલીટેકનિક વલસાડ ખાતે સંસ્થાના આચાર્યા શ્રીમતી રીંકુ શુક્લાના માર્ગદર્શન હેઠળ સ્વરછ ભારત મિશન ૪.૦ અને વિકાસ સપ્તાહ નો પૂર્ણાહુતિ કાર્યક્રમ યોજાયો. જેમાં છેલ્લા ૧૫ દિવસથી વિદ્યાર્થીઓ અલગ અલગ કાર્યક્રમો થકી સમાજમાં સ્વરછતા પ્રત્યે દરેક નાગરિકોમાં જાગૃતિ આવે તેમજ ભારત સરકારના વિકાસની વિવિધ સિદ્ધિઓ પર લોકોને પ્રોત્સાહિત કર્યા હતા. સંસ્થામાં આયોજીત દરેક સ્પર્ધાઓમાં અનેક વિધાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો તેમજ વિજેતા અને ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને સંસ્થાના આચાર્યા દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કેમિકલ વિભાગના વડા ડો. અમિત ધનેશ્વર દ્વારા વિદ્યાર્થીઓ સ્વરછતા પ્રત્યે જાગૃત થાય તેમજ સશક્ત સમાજ અને દેશનું નિર્માણ કંઈ રીતે કરી શકાય તે માટે પોતાના વિચારો રજૂ કર્યા હતા. ઉપરાંત આઇટી વિભાગના વડા શ્રી હેમંત પટેલ દ્વારા વિકસિત ભારતનું જે સ્વપ્ન છે તે પૂરું કરવા વિદ્યાર્થીઓનો શું ફાળો હોય શકે જેવા વિષયો પર પોતાનું વ્યક્તવ્ય રજૂ કરી વિદ્યાર્થીઓને પ્રેરણા આપી હતી. પંદર દિવસ સુધી ચાલેલા આ કાર્યક્રમમાં દરેક પ્રવુતિ સાથે સંકળાયેલ નોડલ અધિકારી શ્રીઓ તેમજ વિદ્યાર્થીઓનો NSS લોકલ યુનિટે આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન પણ NSS યુનિટ દ્વારા કરવામાં આવ્યું હતું.