GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી મહાનગરપાલિકાના વિકાસ કામોની પ્રગતિ અંગે સમીક્ષા બેઠક યોજતા મંત્રીશ્રી કાંતિલાલ અમૃતિયા

 

MORBI:મોરબી મહાનગરપાલિકાના વિકાસ કામોની પ્રગતિ અંગે સમીક્ષા બેઠક યોજતા મંત્રીશ્રી કાંતિલાલ અમૃતિયા

 

 

મોરબીમાં પ્રાકૃતિક કૃષિના ઉત્પાદનો વેચવા કાયમી બજાર-હાટ ઊભું કરી શકાય તે માટે આયોજન બનાવવા મંત્રીશ્રીનું સૂચન

શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ રાજ્યમંત્રીશ્રી કાંતિલાલ અમૃતિયાએ મોરબીમાં રેન બસેરામાં આવેલ મોરબી મહાનગરપાલિકાની ઝોનલ કચેરી ખાતે અધિકારીઓ/કર્મચારીઓ સાથે મહાનગરપાલિકાના વિકાસ કામોની પ્રગતિ અંગે સમીક્ષા બેઠક યોજી હતી.

આ બેઠકમાં મોરબી મહાનગરપાલિકાના રોડ-રસ્તા, સ્ટ્રીટ લાઈટ, બ્રિજ, હેલ્થ સેન્ટર, લાઇબ્રેરી, ફાયર સ્ટેશન, ગાર્ડન સહિત વિવિધ વિકાસ કામો અંતર્ગત પૂર્ણ થયેલા કામો, પ્રગતિ હેઠળના કામો તેમજ ડીપીઆર હેઠળના કામોની માહિતી મેળવી હતી અને આ કામો માટે તેમણે મહાનગરપાલિકાને અભિનંદન પાઠવી રાજીપો વ્યક્ત કર્યો હતો. મોરબી શહેરમાં પ્રાકૃતિક કૃષિથી તૈયાર થયેલા ઉત્પાદનો વેચી શકાય તે માટે કાયમી બજાર હાટ બનાવવા આયોજન હાથ ધરવા સૂચન કર્યું હતું તથા લોકોને મુશ્કેલી ન પડે તે માટે કામગીરીમાં નાની નાની બાબતોને પણ પ્રાથમિકતા આપવા અનુરોધ કર્યો હતો.

આ બેઠકમાં મોરબી મહાનગરપાલિકાના કમિશ્નરશ્રી સ્વપ્નિલ ખરે, ડેપ્યુટી કમિશ્નરશ્રી કુલદીપસિંહ વાળા અને સંજય સોની તથા મહાનગરપાલિકાની વિવિધ શાખાઓના શાખા અધ્યક્ષશ્રીઓ તેમજ કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Check Also
Close
Back to top button
error: Content is protected !!