GUJARATMORBIMORBI CITY / TALUKO

MALIYA (Miyana):ભારે..કરી..માળીયા (મી).અલ્ટો કારના બે વ્હીલ અજાણ્યા ચોરી કરી રફુચક્કર 

MALIYA (Miyana):માળીયા (મી).અલ્ટો કારના બે વ્હીલ અજાણ્યા ચોરી કરી રફુચક્કર

 

 

માળીયા(મી) માં ઘર પાસે પાર્ક કરેલ અલ્ટો કારના વ્હીલ પ્લેટ સહિત બે નંગ ટાયરની કોઈ અજાણ્યા તસ્કરો ચોરી કરી લઇ ગયા અંગેની અત્રેના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી અજાણ્યા ચોર ઈસમો વિરૂદ્ધ ભારતીય ન્યાય સહિંતાની કલમ ૩૦૩(૨) મુજબ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

મળતી વિગતો અનુસાર માળીયા(મી)ના દલીતવાસમાં રહેતા અમુભાઈ મોતીભાઈ પરમાર ઉવ.૪૭ એ માળીયા(મી) પોલીસ મથકમાં અજાણ્યા ચોર ઈસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી કે ગત તા.૩૦ જૂન ૨૦૨૪ ના સાંજના સાતેક વાગ્યાથી તા.૦૧ જુલાઈ ૨૦૨૪ ના ૮ વાગ્યા દરમ્યાન કોઈ પણ વખતે ફરીયાદી અમુભાઈના રહેણાંક મકાનની બાજુમા ખુલ્લી જગ્યામા પાર્ક કરેલ અલ્ટો ગાડી(કાર) રજી નં જીજે-૦૩-ડીજી-૭૪૩૬ વાળીના ડાબી સાઈડના વ્હિલ પ્લેટ સહીતના ટાયર નંગ. ૦૨ કુલ કિ.રૂ.૫,૦૦૦ કોઈ ચોર ચોરી કરી લઇ ગયાની ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે આરોપી અજાણ્યા ચોર ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.

Back to top button
error: Content is protected !!