GANDHIDHAMGUJARATKUTCH

દેશના જવાનોની કલ્યાણકારી પ્રવૃતિઓ માટેના સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળમાં રૂ. ૨૦,૦૦,૦૦૦/ નો માતબર ફાળો આપી ભંડોળમાં સહયોગ.

દિન દયાલ પોર્ટ ઓથોરીટી,ગાંધીધામ દ્વારા દેશના જવાનોની કલ્યાણકારી પ્રવૃતિઓ માટેના સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળમાં રૂ. ૨૦,૦૦,૦૦૦/ નો માતબર ફાળો આપી ભંડોળમાં સહયોગ આપવામાં આવ્યો.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ગાંધીધામ કચ્છ.

ગાંધીધામ,તા-૨૮ જુલાઈ : આપણે સૌ જાણીએ છીએ કે યુદ્ધ હોય કે શાંતી આપણી સશસ્ત્ર સેનાઓ રાષ્ટની સેવામાં પોતાનું અમુલ્ય યોગદાન હંમેશા આપતી રહી છે. આપણી ભારતીય સેના દેશનાં સીમાળાઓની સુરક્ષા કરતા કરતા હસતા મુખે શહાદત વહોરી લે છે અને દેશની આંતરિક કુદરતી કે બિન કુદરતી આપદાઓની ઘડીમાં પણ નાગરિક પ્રશાસનને જરૂરી મદદ અને સહાયતા પહોચાડવા હર હમેશ અગ્રેસર રહી છે. આપણા સશસ્ત્ર દળોએ યુધ્ધ અને શાંતિ બંને સમયે રાષ્ટ્રની સેવા કરી દેશની પ્રાદેશિક અખંડીતતાનું રક્ષણ સુનીચ્ચિત કર્યું છે. આપણી માતૃભૂમિનાં રક્ષણ કાજે શહીદ થતા, પોતાના ધૈર્ય અને સાહસથી ભારત દેશને અખંડીત રાખતા, પોતાનુ સર્વોચ્ચ સમર્પીત કરતા આપણા શુરવીર જવાનો અને તેઓના પરીવારજનો પ્રત્યે સન્માનની લાગણી પ્રદર્શીત કરવા અને તેમના માટેની વિવિધ કલ્યાણકારી પ્રવ્રુતીઓ અને યોજનાઓના સંચાલનને વેગ મળે તે માટે, દિન દયાલ પોર્ટ ઓથોરીટી, ગાંધીધામ તરફથી રૂ. ૨૦,૦૦,૦૦૦/-(રૂ. ૨૦ લાખ)નો ચેક સશસ્ત્ર સેના ધ્વજદિન ફાળામાં તા. ૨૭ જુલાઈ ૨૦૨૬નાં રોજ આપવામાં આવ્યો હતો.કચ્છ જિલ્લા કલેક્ટર, અનિલ રાણાવસિયા, (I.A.S.), અને મદદ. જિલ્લા સૈનીક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારીશ્રી, હિરેન લીમ્બાચીયા એ આ પ્રસંગે દિન દયાલ પોર્ટ ઓથોરીટી, ગાંધીધામનો આભાર વ્યક્ત કર્યો હતો અને જિલ્લાની વિવિધ સસ્થાઓ અને નાગરીકોને સશસ્ત્ર સેના ધ્વજદિન ફાળા માટે યથાયોગ્ય સહયોગ આપવા વિનંતિ કરી છે. જીલ્લાના નાગરિકો અને સંસ્થાઓ આ ફાળો ભુજ (કચ્છ) જિલ્લાની, જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, રૂમ ન. ૧૧૪, બહુમાળી ભવન, ભુજ ,(ફોન ૦૨૮૩૨-૨૨૧૦૮૫), ખાતે રૂબરૂમાં રોકડ,ચેક, ડીમાન્ડ ડ્રાફ્ટ, થી ” કલેકટર અને પ્રમુખશ્રી, આર્મ્ડ ફોર્સીસ ફ્લેગ ડે ફંડ એકાઉન્ટ, ભુજ” ખાતે જમા કરાવી શકે છે.

Back to top button
error: Content is protected !!