અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મોડાસા શહેરની પીપલ્સ શરાફી મંડળીમાં 13 કરોડની નાણાકીય ઉચાપત મામલે 29 લોકોને કોર્ટએ સજા ફટકારી
અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરની પીપલ્સ શરાફી મંડળીમાં વર્ષ 2012 માં કરોડો રૂપિયા ની ઉચાપત આચારવામાં આવી હતી જેમાં પીપલ્સ સહકારી શરાફી મંડળીના જ ચેરમેન,ડીરેકટરો,મેનેજર સહીત 29 આરોપીઓ દ્વારા 13 કરોડની નાણાકીય ઉચાપત આચરવામાં આવી હોવાના આરોપ સાથે સાબરકાંઠા બેન્કના કસ્ટોડીઅલ નાઓ એ મોડાસા ટાઉન પોલીસ મથકે 2012માં ફરિયાદ નોંધાવી હતી અને 2013 માં ચાર્જસીટ તૈયાર થતા જે કેસ મોડાસા નામદાર ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં ચાલી રહ્યો હતો જેનો ચુકાદો 11 વર્ષએ આવ્યો હતો અને કસૂરવાર લોકો સામે નામદાર કોર્ટે એ 29 લોકો ને સજા ફટકરાઈ હતી જે પૈકી 24 આરોપીઓને દોષીતો ઠેરવ્યા હતા અને સજા ફટકારતો હુકમ કર્યો હતો આમવર્ષ 2012માં પીપલ્સ શરાફી મંડળીમાં કૌભાંડ કેસમાં કોર્ટનો મહત્વનો ચુકાદો આવ્યો હતો