ARAVALLIGUJARATMEGHRAJ

મેઘરજ બી એડ કોલેજ ખાતે KCG ના પ્રકલ્પ કવચ કેન્દ્ર અંતર્ગત સાયબર ક્રાઇમ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરાયું 

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

મેઘરજ બી એડ કોલેજ ખાતે KCG ના પ્રકલ્પ કવચ કેન્દ્ર અંતર્ગત સાયબર ક્રાઇમ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરાયું

 

તારીખ 05/08/2025 મંગળવારના દિવસે સરકારી બી. એડ્. કોલેજ, મેઘરજ ખાતે KCG ના પ્રકલ્પ કવચ કેન્દ્ર અંતર્ગત સાયબર ક્રાઇમ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં એક્સપર્ટ તરીકે સાયબર ક્રાઇમ સેલ, મોડાસા જિ. અરવલ્લીના PSI  વી. વી. ચૌધરી અને કોન્સ્ટેબલ સંજયભાઈ રાઠોડને આમંત્રિત કરવામાં આવ્યા હતા જેમણે બે સત્રમાં આ પ્રોગ્રામ પૂર્ણ કર્યો હતો.

પ્રથમ સત્રમાં કાર્યક્રમની શરૂઆત ડો. સાગરભાઈ મહેતા દ્વારા સ્વાગત વિધિ કરવામાં આવી હતી પછી કાર્યક્રમના કોર્ડીનેટર મોહિન્દર રાજપુરોહિત દ્વારા આ કાર્યક્રમ વિશેની સામાન્ય માહિતી આપવામાં આવી હતી આગળ કાર્યક્રમમાં આમંત્રિત તજજ્ઞ દ્વારા સાયબર ક્રાઇમ વિશે માહિતી આપવામાં આવી હતી.દ્વિતિય સત્રમાં વી. વી. ચૌધરી દ્વારા સાયબર ક્રાઇમ અવેરનેસ વિશે માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતે આચાર્ય ડો.રામ ચોચા દ્વારા પ્રસંગ વિશેષ ઉદબોધન આપીને આભાર વિધિ કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં સેમ 1 અને સેમ 3 ના તાલીમાર્થીઓ અને કૉલેજના સાયબર ક્લબના સહાયક કોઓર્ડિનેટર મહેશભાઈ પરમાર એવમ સદસ્ય તાલીમાર્થીઓ વિરલ, ઓમ, સિમરન, આસ્થા, આશા માનસીબેન અને કૉલેજના સંપૂર્ણ સ્ટાફ હાજર રહ્યો હતો અને સારો પ્રતિસાદ જોવા મળ્યો હતો.

Check Also
Close
Back to top button
error: Content is protected !!