કડાણા તાલુકાની દધાલીયા માલવણ અને રણકપુર ગ્રામ પંચાયતની ગેરરીતિઓની તપાસમાં ઢીલી નીતિને કારણે ભ્રષ્ટાચારીઓ બેફામ??!!
- કડાણા તાલુકાની દધાલીયા, માલવણ ને રણકપુર ગ્રામપંચાયતો ની ગેરરીતિઓ ની તપાસ માં ઢીલી નીતિ થી ભ્રષ્ટાચારી ઓ બેફામ…!!!
રિપોર્ટર…
અમીન કોઠારી મહીસાગર
એકબાજુ જનજાગૃતિ કાર્યક્રમો યોજાય ને બીજી બાજુ વિકાસ નાં કામોમાં ભષ્ટ્રાચાર ને ગેરરીતિઓ ની અરજી ઓમા તપાસ નાં નામે શુન્યાવકાશ ..???
મહીસાગર જિલ્લામાં કડાણા તાલુકા પંચાયત ખાતે જનજાગૃતિ અભિયાન હેઠળ લોકો માં જાગૃતિ કેળવાય તે આશયથી લોક જાગૃતિ કાર્યક્રમ નું આયોજન તાલુકા પંચાયત પ્રમુખ ને તાલુકા વિકાસ અધિકારી ની ઉપસ્થિતિ માં કરવામાં આવેલ હતું.ને સરકાર ની વિવિધ લોક ઉપયોગી યોજનાઓ ની માહિતી ને જાણકારી ઉપસ્થિત સૌને અપાયેલ.
આ કાયૅકમ માં લોક ઉપયોગી યોજનાઓ નો લાભ સીધો લાભાર્થી ને મળે તે માટે સૌ ને લાભાર્થી સાથે સંપર્ક માં રહેવા તાલુકા વિકાસ અધિકારી એ. અનુરોધ કરેલ.
આ કાયૅકમ માં મહીસાગર જિલ્લા નાં લાંચરુશવત વિરોધી શાખાના અધિકારીઓ પણ હાજર રહેલ ને તેઓએ જણાવેલ કે લાંચ માંગવી ને લાંચ આપવી એ ગુનો બને છે.ને આવાં કોઈ અધિકારી કે પદાધિકારીઓ કે અન્ય કોઈ લાભાર્થી પાસે કામ કરાવવા માટે લાંચ માંગે કે ટકાવારી ની રકમ માંગે તો લાચવિરોધી કચેરી નો સંપર્ક કરવો ને અરજદારે પોતે લેખિત માં કે ઈ.મેઈલ થી ફરીયાદ લાંચરુશવત વિરોધી કચેરી માં કરી શકે છે.અથવા તો હેલ્પલાઇન નંબર..1064 પર લાંચરુશવત વિરોધી કચેરી માં ફોન કરી ને જાણ કરવા જણાવ્યું હતું.નેજરુરી પ્રત્રિકાઓ નું પણ ઉપસ્થિત સૌને વિતરણ કરેલ.ને સૌને જાગૃત રહેવા અનુરોધ કર્યો હતો.
ઉલ્લેખનીય છેકે કડાણા તાલુકામાં છેલ્લા બે મહિનામાં લાંચ માંગવાના બે બનાવો બન્યા છે.
નેઆવા બનાવો બને નહીં તે માટે સચેત રહેવા ને ગ્રામજનો માં જાગૃતિ લાવવા આ કાયૅકમ નું આયોજન કરવામાં આવ્યું હતું.
કડાણા તાલુકામાં વિકાસ નાં કામો માં ગેરરીતિઓ ને ભષટાચારે ને ટકાવારી એ માઝા મુકી છે ને ગ્રામપંચાયતો માં ચાલતા ભષટચાર ને ગેરરીતિઓ ની અરજી ઓમા તપાસ થતી નથી ને તપાસ માં વિભાગ ને ખાતા દ્વારા ભારે ઢીલી નીતિ અપનાવી તપાસમાં ઢાંકપિછોડો કરવા માટે નાં જે પ્રયાસ કોઈક નાં ઇશારે કરાય છે તે યોગ્ય નથી.
કડાણા તાલુકાની દધાલીયા ગ્રામપંચાયત માં સરપંચ નાં પિતા એ જેતે સમય નાં તલાટી કમ મંત્રી નાં બોગસ સહી સિક્કા કરીને સરપંચ અને તેઓ નાં પિતાએ ચેક લખીને નાણાં ગેરકાયદેસર રીતે ઉપાડી લીધેલ ને વિકાસ નાં કામો માં ગેરરીતિઓ આચરીને નાણાકીય ગેરરીતિઓ કરેલ વિગેરે ની લેખિત માં ગાંધીનગર સ્તરે ને જીલ્લા સ્તરે ને સ્થાનિક સ્તરે રજૂઆત કરવામાં આવેલ હોવા છતાં પણ તપાસ કરવામાં આંખ આડા કાન કરાતાં જોવા મળે છે.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે, આવી જ પરિસ્થિતિ કડાણા તાલુકાની માલવણ ગ્રામપંચાયત માં પણ સરપંચ અને સરપંચ નાં પતિને તલાટી ની મીલીભગતથી સરપંચ નાં પતિનાં નામે ચેક લખીને સરકારી નાણાં ની ઉચાપત કરેલા ની રજૂઆત ને અન્ય ગેરરીતિઓ ની અરજી ઓ ની તપાસ કરાતી નથી.તેમજ રણકપુર ગ્રામપંચાયત માં પણ વિકાસ નાં કામો માં ને પ્રધાનમંત્રી આવાસના કામો માં ને આંબેડકર આવાસ માં ને વિકાસ નાં કામોમાં આચરઆયએલ ગેરરીતિઓ ની તપાસ નહી કરી ને ભષ્ટ્રાચારીઓને જે તંત્ર દ્વારા છાવરવામાં આવે છે જેથી તાલુકા માં ભષટાચારે ને વિકાસ નાં કામો માં ગેરરીતિઓ એ માઝા મૂકી છે.
રાજ્ય સરકાર દ્વારા એકબાજુ ભય ભુખ ને ભષ્ટ્રાચાર નાબૂદ કરવા ની ગુલબાંગો પોકારતી હોયછે ને વચેટિયા ઓ દુર થયા ની વાતો કરે છે.
તયારે આ કડાણા તાલુકાની દધાલીયા.માલવણ ને રણકપુર ગ્રામપંચાયતો માં ફુલયોફાલેલ ભષટાચાર ને વિકાસ નાં કામોમાં ની ગેરરીતિઓ ની અરજી ઓની નિષ્પક્ષ તટસ્થ તપાસ કરાવી ને કૌભાંડીઓ સામે કાર્યવાહી કરાવશે ખરી..???