ડેડીયાપાડા પોલીસે ચિકદા રાઈસ મિલ પાસેથી ₹6.58 લાખનો ગેરકાયદેસર વિદેશી દારૂ અને ઈકો કાર કબજે કરી
વાહન ચેકિંગ દરમિયાન પોલીસને જોઈ ચાલક ઈકો ગાડી મૂકીને અંધારાનો લાભ લઈ ફરાર; 1,344 ક્વાર્ટર રોયલ બ્લુ માલ્ટ વ્હિસ્કી જપ્ત

hw-remosaic: false;
touch: (-1.0, -1.0);
modeInfo: Beauty ;
sceneMode: 0;
cct_value: 6147;
AI_Scene: (-1, -1);
aec_lux: 66.0;
aec_lux_index: 0;
hist255: 0.0;
hist252~255: 0.0;
hist0~15: 0.0;
albedo: ;
confidence: ;
motionLevel: 0;
weatherinfo: null;
temperature: 37;
વાત્સલ્યમ સમાચાર
પ્રતિનિધિ : જેસિંગ વસાવા
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી સામે પોલીસે વધુ એક સફળ કાર્યવાહી હાથ ધરી છે. ચિકદા ગામની રાઈસ મિલ નજીકથી ગેરકાયદેસર રીતે લઈ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો અને તેને લઈ જતી ઈકો કાર મળી કુલ ₹6,58,048નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર વાય. એસ. શિરસાઠના માર્ગદર્શન હેઠળ ડેડીયાપાડા પોલીસ દ્વારા વિવિધ સ્થળોએ વાહન ચેકિંગ ગોઠવવામાં આવ્યું હતું. તે દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ. જી. ખોથ તથા સ્ટાફ ચિકદા ચોકડી પાસે વાહન ચેકિંગમાં હાજર હતા.
ચેકિંગ દરમિયાન મારુતિ સુઝુકી ઈકો (નં. GJ-19-AM-3629) નો ચાલક પોલીસને જોઈ ગભરાઈ ગયો હતો. તેણે વાહનમાં ભરેલો ગેરકાયદેસર દારૂ સાથેનો માલ ચિકદા ગામની રાઈસ મિલ પાસે મૂકીને અંધારાનો લાભ લઈ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
પોલીસે વાહનની તપાસ કરતાં તેમાં રોયલ બ્લુ માલ્ટ વ્હિસ્કી (180 મી.લી.)ના 1,344 ક્વાર્ટર, કિંમત ₹2,58,048, મળી આવ્યા હતા. ઉપરાંત ઈકો કારની અંદાજિત કિંમત ₹4 લાખ ગણાતા કુલ ₹6,58,048નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.
આ અંગે ફરાર ઈકો કારના ચાલક સામે ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગુનાની વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ. જી. ખોથ કરી રહ્યા છે.



