DAHODGUJARAT

દાહોદ સખી વન સ્ટોપ સેન્ટરએ છેલ્લા ૨૨ વર્ષ થી ગુમ થયેલી મધ્યપ્રદેશ રાજ્યની એક માનસિક અસ્વસ્થ મહિલાને ઘર સુધી પહોંચાડી

તા.૦૮.૧૧.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ સખી વન સ્ટોપ સેન્ટરએ છેલ્લા ૨૨ વર્ષ થી ગુમ થયેલી મધ્યપ્રદેશ રાજ્યની એક માનસિક અસ્વસ્થ મહિલાને ઘર સુધી પહોંચાડી

આજરોજ તા.૦૭.૧૧.૨૦૨૪ ના શુક્રવાર ૮.૦૦ કલાકે વાત કરીયેતો ગઈ તારીખ.૦૨.૧૧.૨૦૨૪ ના રોજ એક બિનવારસી મહિલા ગરબાડા વિસ્તારમાં જોવા મળતા એક જાગૃકત ઈસમ દ્વારા ૧૮૧ મહિલા હેલ્પલાઇનને જાણ કરી ૧૮૧ મહિલા હેલ્પલાઇન દ્વારા મહિલાને સુરક્ષા તેમજ સલામતી જળવાઈ રહે તેમજ ઘર પરિવાર મળી રહે તે અર્થે સખી સ્ટોપ સેન્ટર દાહોદ ખાતે લાવવામાં આવ્યા.જેમાં મહિલાને સાંત્વના આપી તાત્કાલિક ધોરણે તબીબી સારવાર અપાવામાં આવી હતી ત્યારબાદ મહિલા અને બાળ અધિકારી રોહન ચૌધરી તેમજ દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી પંકજ પટેલના માર્ગદર્શન હેઠળ મહીલાના સાથે અવાર નવાર કાઉન્સિલિંગ કરવામાં આવ્યું.પરંતુ તેઓ દ્વારા કોઈપણ પ્રકારની માહિતી આપવામાં ન આવી.જેથી સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારી દ્વારા મહિલાનું સતત કાઉન્સિલિંગ કરતા તેઓ દ્વારા ભાભરા અને રાણાપુર ગામનો નામ લેતા સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓ દ્વારા અલીરાજપુર જિલ્લાના સમાજ કાર્યકરનો નંબર લઇ અરજદારની માહિતી આપેલ પરંતુ કોઈ માહિતી ન મળતા તેમની સાથે વધુ પૂછતાછ કરતા સામાજીક કાર્યકર દ્વારા ત્યાંના અનેક ગામોના સરપંચનો કોન્ટેક નંબર આપ્યું.ત્યારબાદ સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓ દ્વારા દરેક ગામમાં મહિલાનો ફોટો તેમજ તેમની આપેલ માહિતી પહોંચાડવામાં આવી હતી.જેથી સતત પ્રયત્નોથી છેવટે તેમના પરિવાર સુધી પહોંચી ગયા.જેમાં તેમના પરિવારને તેમની માતા વિશે માહિતી મળતા તેમને ખુશીનો કોઈ પાર રહ્યો ન હતો તેથી તેઓ માહિતી મળતાની સાથે જ સખી વન સ્ટોપ સેન્ટર દાહોદ ખાતે તેમની માતા એટલે મહિલાને લેવા માટે નીકળી ગયા હતા તારીખ. ૦૭.૧૧.૨૦૨૪ ના રોજ સખી વન સ્ટોપ સેન્ટર દાહોદ ખાતે આવ્યા જેમાં તેમની માતા વિશે વધુ માહિતી આપતા તેમના દીકરાઓ દ્વારા જણાવવામાં આવ્યુ કે તેઓ ચાર ભાઈ બહેન છે.જેમાં ૨૨ વર્ષ પહેલા તેમની માતા માનસિક સ્થિતિ થોડી ખરાબ હતી.જેના કારણે તેઓ ઘરે કોઈને પણ કહ્યા વિના ઘરેથી નીકળી ગયેલ હોય જેમાં તેમના દીકરાઓ તેમજ દીકરીઓ દ્વારા તેમની માતાને શોધ ખોળ માટે અનેક પ્રયત્નો કરેલ પરંતુ તેઓ ક્યાંય પણ મળેલ નહિ.જેથી તેઓ છેવટે તેમની માતાને ભૂલી ગયેલ હતા.પરંતુ સખી વન સ્ટોપ સેન્ટર દાહોદથી ફોન આવતા તેઓમાં ખુશીનો કોઈ પાર રહ્યો ન હતો અને અહીં આવી ગયા છે.ત્યારબાદ તેમના પરિવારજન સાથે મહિલાની પુરી માહિતી મેળવી તેમના ડોક્યુમેન્ટની ખરાઈ કરી પોતાના પાસે ભેગા કરેલા રૂપિયા.૭૭૦૦ની પરચુરણ ચિલર મળી આવી હતી મહિલાને પરિવાર સાથે ૨૨ વર્ષ પછી પુનઃસ્થાપન કરાવવામાં “સખી” વન સ્ટોપ સેન્ટર દાહોદ સફળ રહ્યું છે

Back to top button
error: Content is protected !!