તા.૦૩.૦૨.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ ઠક્કર ફળિયા મસ્જિદ ગલી દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ ના બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા સમારોહ યોજાયો
મોહંમદિયા ફ્રેન્ડસ ગ્રુપ દાહોદ ઠક્કર ફળિયા મસ્જિદ ગલી દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ ના બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે મોટીવેશન અને શૈક્ષણિક જાગૃતિ ના ઉમદા હેતુથી શુભેચ્છા કાર્યક્રમ તારીખ.૦૨.૦૨.૨૦૨૫ ના રોજ સાંજે ચાર કલાકે આરએન્ડ એલ પંડયા હાઈસ્કૂલના સિનિયર શિક્ષક અને લાયન્સ ક્લબ ઓફ દાહોદ સીટીના મંત્રી કમલેશ લીમ્બાચીયા ના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવ્યો હતો સ્વાગત પ્રવચન જાવેદભાઈ મૂનસી દ્વારા કરવામાં આવ્યું ત્યારબાદ મહેમાન શ્રીઓનો પુષ્પગુચ્છ થી સ્વાગત કરવામાં આવ્યું ઇરફાન મોગલ દ્વારા ૨૦ થી વધુ બાળકોને બોર્ડની પરીક્ષા માટે પેનકંપાસ બોક્સ પાઉચ એક્ઝામ પેડ ,કેડબરી આપી શુભેચ્છા આપવામાં આવી હતી અધ્યક્ષ દ્વારા બોર્ડની પરીક્ષા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતો આ ઉપરાંત હાફિસ નવસાદ સાહબ, ઈકબાલભાઈ, ઈસરતબેન શેખ, ફાતેમાબેન શેખ દ્વારા પણ બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન નઈમભાઈ મુનશી દ્વારા કરવામાં આવ્યો તેમજ આભાર વિધિ ઈરફાન મલેક દ્વારા કરવામાં આવી હતી આ પ્રસંગે મહંમદિયા ફ્રેન્ડ્સ ગ્રુપના સિરાજ સૈયદ, ડો ઇઝહાર શેખ .. સલીમભાઈ મુનશી સલીમભાઈ પઠાણ મુસ્તાકભાઈ સૈયદ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો