GUJARATJUNAGADHKESHOD

કેશોદ રેન્જના કાર્યક્ષેત્ર વિસ્તારમાં વન્ય પ્રાણી મગર શિકાર કરી ફેકેલ શિકારીઓને પકડી પાડતી સામાજિક વનીકરણ રેન્જ કેશોદ

કેશોદ રેન્જના કાર્યક્ષેત્ર વિસ્તારમાં વન્ય પ્રાણી મગર શિકાર કરી ફેકેલ શિકારીઓને પકડી પાડતી સામાજિક વનીકરણ રેન્જ કેશોદ

નાથબ વન સંરક્ષક સામાજીક વનીકરણ વિભાગ ગીર સોમનાથ તથા, મદદનીશ વન સંરક્ષક, સામાજીક વનીકરણ પેટા વિભાગ, જુનાગઢનાં માર્ગદર્શન હેઠળ વન્યપ્રાણી મગરનો શિકાર કરી ફેકેલ તે શિકારીઓને પકડવા માટે સામાજીક વનીકરણ રેન્જ, કેશોદ, જુનાગઢ, મેંદરડા અને માળીયા હા.ના સ્ટાફની અલગ અલગ ટીમ બનાવી વન્યપ્રાણી મગર શિકાર કરી ફેકેલ શિકારીઓને પકડવા અલગ અલગ વિસ્તારમાં સતત પેટ્રોલીંગ કરી સઘન તપાસ હાથ ધરતા સામાજીક વનીકરણ રેન્જ, કેશોદ રેન્જના કાર્યક્ષેત્ર વિસ્તારમાં આવતા ઈંન્દિરાનગર વિસ્તાર તથા તેની આજુ-બાજુના વિસ્તારમાંથી મગરના શિકારીઓને પકડી પાડેલ બદ-ઈરાદા સાથે વન્યપ્રાણીનો શિકારનો અપરાધ કરતા વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨ (સુધારા અધિનિયમ ૨૦૨૨)નાં ભંગ મુજબની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.જેમાં પકડાયેલ આરોપીઓ પ્રવિણભાઈ સોંદરવા,સુનીલભાઈ વસાવા, દીનેશભાઈ રાવલીયા, હીરાભાઈ ધૂળા, જેમને વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ- ૧૯૭૨ ની કલમ ( સુધારા અધિનિયમ, ૨૦૨૨) ૨(૧૬), ૨(૧૭), ૨(૨૦), ૨(૩૩), ૨(૩૬), ૨(૩૭), ૯, ૩૯, ૫૦, ૫૧, ૫૨, ૫૭ નો ભંગ થતાં કાર્યવાહી કરવામાં આવેલ જેમાં કબજે કરેલ મુદામાલ મગર -૧ ને શિકાર કરી તેના કટકા કરેલ ( મોઢાનો ભાગ, પેટનો ભાગ તથા પુછડીના ભાગ અને એક પગ અલગ અલગ કટકા) મૃત હાલત, કોયતો (કાંતો) -૧, ,કવર વાળી છરી-૧,ગીલમાં બાંધેલી નાયલોન દોરી તથા તેની સાથે બાધેલ લાકડાનો ટુકડો-૧, સાવલ (પાવડો)-૧, ચોખાની ખાલી બાચકી-૧,વીવો ૧૮૦૬ ડુયલ સીમ એનડોઈડ મોબાઈલ-૧, હોન્ડાઈ કંપનીની ઈયોન ગાડી નંબર જીજે ૧૧ એબી ૯૯૬૪ કબજે કરેલ છે. આ કામગીરી કરનાર કર્મચારી RFO શ્રીમતી જી. પી. સુહાગીયા, શ્રી આર. બી. ચૌહાણ, વનપાલ,કેશોદ, શ્રી કે.એમ. રાઠોડ, વનપાલ,ભાટ સીમરોલી, શ્રી સી. એમ. ચૌહાણ, વનપાલ,શાપુર, શ્રી વિપુલભાઈ સીસોદીયા, વનપાલ, માળીયા હા.,શ્રી પી.આર. ગાધે, ઈ.વનપાલ, અજાબ, શ્રી એમ.એમ. ડોડીયા, વનરક્ષક, ડુંગરપુર, શ્રી એલ. પી. રામ. વનરક્ષક, મેંદરડા આરોપીઓને અટક કરી કાયદેસરની કાર્યવાહિ કરી મે.ક્સ્ટ કલાસ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ સાહેબશ્રી, કેશોદની કોર્ટમાં સદર આરોપીઓને રજુ કરેલ.મે. ફસ્ટ કલાસ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ સાહેબશ્રી, કેશોદની કોર્ટ દ્રારા સદર આરોપીઓના જામીન ના મંજુર કરી જુનાગઢ જેલ હવાલે કરવામાં આવેલ છે

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!