DAHODDAHOD CITY / TALUKO

દાહોદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હારતાં ભાજપ ઉમેદવારે લાઈટના થાંભલા ઉખેડી નાખ્યાં

તા.૩૦.૦૪.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હારતાં ભાજપ ઉમેદવારે લાઈટના થાંભલા ઉખેડી નાખ્યાં

દાહોદ જિલ્લાના કદવાલ ગામમાં અને બનાસકાંઠાના દાંતામાં ચૂંટણી પરિણામો બાદ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શું છે આ સમગ્ર મામલો વાંચો વિગતે મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના કદવાલ ગામમાં ભાજપને હાર મળ્યા બાદ સ્ટ્રીટલાઈટના થાંભલા ઉખાડવામાં આવ્યા હોવાના આક્ષેપો ઊઠ્યા છે. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર વિસ્તારમાં ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે ચૂંટણીમાં પરાજય મળતાં કેટલાક લોકોએ બદલો લેવા માટે ગામની જાહેર સુવિધાઓને નુકસાન પહોંચાડ્યું છે. આ મામલે હવે તંત્ર પાસે તપાસ કરવાની માગ ઉઠી છે.માહિતી મુજબ કદવાલ ગામમાં ચૂંટણીમાં ભાજપની હાર થયા બાદ સ્ટ્રીટલાઈટના થાંભલા ઉખાડી લેવામાં આવ્યા હોવાનું ગ્રામજનો કહી રહ્યા છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. જેમાં વીજ પોલ લઈ જતાં દ્રશ્યો દેખાઈ રહ્યા હોવાનો દાવો કરવામાં આવે છે. ગામના લોકોનું કહેવું છે કે ચૂંટણીના પરિણામ બાદ આવી કાર્યવાહી કરવી ગંભીર બાબત છે અને આથી ગામમાં અંધારું છવાઈ જવાનું ભય પણ ઉભું થયું છે. આ ઘટનાએ સ્થાનિક સ્તરે અસંતોષ ફેલાવ્યો છે અને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ સમગ્ર મામલે કદવાલના ગ્રામજનોએ તંત્રને લેખિત અને મૌખિક રીતે રજૂઆત કરીને તાત્કાલિક તપાસ કરવાની માંગ કરી છે. ગ્રામજનોનો દાવો છે કે ચૂંટણીમાં હાર મળતાં આવું કરનારાઓ સામે કડક પગલાં લેવાં જોઈએ. જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને. તેમણે આક્ષેપ કર્યો છે કે જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવું કાયદેસર ગુનો છે અને જવાબદાર લોકો સામે યોગ્ય કાર્યવાહી થવી જોઈએ. હાલ તંત્ર દ્વારા સમગ્ર મામલે માહિતી એકત્ર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને તપાસ બાદ હકીકત સામે આવશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ બનાસકાંઠાના દાંતા ગામમાં ચૂંટણી અદાવતનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યા છે. દાંતામાં પાતળિયા દૂધમંડળીએ પશુપાલકો પાસેથી દૂધ લેવાનો ઈનકાર કર્યો હોવાનો આક્ષેપ ઉઠ્યો છે. કાંસા અને રાજીપુરા ગામના પશુપાલકોનો દાવો છે કે ‘અમને વોટ નથી આપ્યા’ કહીને દૂધમંડળીએ દૂધ સ્વીકાર્યું નથી. જેના કારણે છેલ્લા 20 વર્ષથી દૂધ ભરાવતા લોકો અચાનક મુશ્કેલીમાં મુકાયા છે. બીજી તરફ દાહોદના કદવાલ ગામમાં ભાજપ ઉમેદવારની હાર બાદ બદલો લેવા માટે વીજપોલ ઉખેડી નાંખ્યા હોવાના આક્ષેપો થયા છે. ગામલોકોએ આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં તંત્ર પાસે તાત્કાલિક તપાસ અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માગણી કરી છે. બંને ઘટનાઓએ ચૂંટણી બાદ વધતી અદાવત અને તેની અસર ગામસ્તર સુધી પહોંચતા ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.

Back to top button
error: Content is protected !!