181 અભયમ મહિલા હેલ્પલાઇનને ચાર દિવસથી ગુમ થયેલી દીકરીને પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું

તા.૧૭.૦૬.
૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:181 અભયમ મહિલા હેલ્પલાઇનને ચાર દિવસથી ગુમ થયેલી દીકરીને પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું
લીમખેડા તાલુકાના લીમખેડા બજારમાં થી જાગૃત નાગરિક દ્વારા 181 અભયમ મહિલા હેલ્પલાઇન પર ફોન કરીને માહિતી આપવી હતી કે એક 18 વર્ષની દીકરી મળી આવી છે અને તેની તાત્કાલિક મદદની જરૂર છે ફોન મળતાની સાથે જ લીમખેડા 181 અભયમ ટીમ જરાયે પણ સમય બગાડ્યા વિના તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી જાગૃત નાગરિક ભાઈ જોડે વાતચીત કરેલ છે કે દીકરી અહીંયા ચાર દિવસથી અહીં આમ જાય અને પાછા આવે એમ કરતી દીકરી હતી ટીમ દીકરીને સુરક્ષિત અનુભવ કરાવ્યો બાદ તેની સાથે ખૂબ જ આત્મન ત્યાંથી વાતચીત શરૂ કરી હતી
અભયમ ટીમના કાઉન્સિલિંગ દ્વારા દીકરીનો સચોટ કાઉન્સિલિંગ કરવામાં આવ્યું જેમાં દીકરીએ પોતાના ઘર છોડવાનું સાચું કારણ જણાવ્યું હતું દીકરી એ તેમના ઘરે ભાઈ અને પપ્પા મારુકૂટ કરે છે એટલે ઘર છોડીને નીકળી ગયેલ છે કાઉન્સિલિંગ દરમિયાન અભયમ ટીમ દીકરી પાસેથી તેના ભાઈનો મોબાઈલ નંબર મેળવ્યો હતો અને ટીમ તરત દીકરી ના ભાઈ ની સાથે ફોન પર વાત કરીને દીકરી ની સલામતી હોવાના જાણ કરી હતી ત્યારબાદ દીકરીએ જણાવેલ સરનામે પહોંચી ત્યારબાદ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને દીકરીને તેના પરિવાર સાથે સોંપી હતી છેલ્લા ચાર દિવસથી પોતાની દીકરી દૂર રહીને અત્યંત નિરાશા અને ચિંતિત બનેલા પિતા અને ભાઈ દીકરીને સહી સલામત જોઈને આનંદ થઈ હતો અને તેમના અને પુરા પરિવાર વારોએ 181 અભયમ ટીમનો ખુબ ખુબ આભાર માનેલ છે





