DAHODDAHOD CITY / TALUKO

દાહોદ જિલ્લાના દુધિયા CHC ખાતે ‘CInI’ દ્વારા મહિલાઓ માટે નિઃશુલ્ક કેન્સર સ્ક્રીનિંગ કેમ્પ યોજાયો

તા.૦૨.૦૬.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ જિલ્લાના દુધિયા CHC ખાતે ‘CInI’ દ્વારા મહિલાઓ માટે નિઃશુલ્ક કેન્સર સ્ક્રીનિંગ કેમ્પ યોજાયો

અમદાવાદની GCRIની તબીબી ટીમ દ્વારા કેન્સરની તપાસ કરાઈ આદિવાસી વિસ્તારના સમુદાયોના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે પ્રતિબદ્ધ ‘સંકલિત આજીવિકા પહેલ માટે સમૂહો’ (CInI) દ્વારા દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના દુધિયા સામુદાયિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે મહિલાઓ માટે એક વિશેષ નિઃશુલ્ક કેન્સર તપાસ અને જાગૃતિ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.​આ કેમ્પમાં ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GCRI), અમદાવાદની નિષ્ણાત તબીબી ટીમ દ્વારા ઉપસ્થિત રહીને ગર્ભાશયના મુખનું કેન્સર, સ્તન કેન્સર અને મોઢાના કેન્સર અંગે જાગૃતિ સત્રો યોજવામાં આવ્યા હતા, તેમજ મહિલાઓની નિઃશુલ્ક તબીબી તપાસ કરવામાં આવી હતી. દુધિયા અને તેની આસપાસના ૬ ગામોમાંથી મોટી સંખ્યામાં મહિલાઓએ આ કેમ્પમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.​કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓમાં કેન્સર જેવા ગંભીર રોગનું પ્રાથમિક તબક્કે જ નિદાન થાય અને સમયસર સારવાર મળી રહે તે અંગે જાગૃતિ ફેલાવવાનો હતો. જેથી રોગના ગંભીર તબક્કા પહેલા જ સારવાર શક્ય બને પ્રાથમિક તબક્કે નિદાન થવાથી કેન્સર જેવા રોગની ગંભીરતા અટકાવી શકાય છે અને દર્દીનો જીવ બચાવી શકાય છે. આ કેમ્પ થકી CInI સંસ્થાએ ગ્રામીણ અને આદિવાસી વિસ્તારની મહિલાઓના આરોગ્ય સુધારણા તરફ એક મહત્વપૂર્ણ અને પ્રશંસનીય પગલું ભર્યું છે.​આ કેમ્પને સફળ બનાવવામાં CInI સંસ્થાની ટીમ સાથે લીમખેડા તાલુકાના તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.મછાર, દુધિયા CHCના મેડિકલ ઓફિસર ડૉ.અમિત, ડૉ. આશા તેમજ CHCના સમગ્ર સ્ટાફના ઉત્કૃષ્ટ સહયોગથી આ કેમ્પ સફળતા પૂર્વક યોજાયો હતો

Back to top button
error: Content is protected !!