DAHOD

દાહોદ શહેરમાં મુસ્લિમ સમાજ દ્રારા ઈદે મિલાદ નિમિત્તે બેન્ડ સાથે ભવ્ય જુલૂસ કાઢવામાં આવ્યું

તા. ૧૬. ૦૯. ૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ શહેરમાં મુસ્લિમ સમાજ દ્રારા ઈદે મિલાદ નિમિત્તે બેન્ડ સાથે ભવ્ય જુલૂસ કાઢવામાં આવ્યું

દાહોદ શહેરમાં મુસ્લિમ સમાજ દ્રારા ઈદે મિલાદૂન્નબીના પર્વ નિમિત્તે દાહોદ શહેરના કસ્બા વિસ્તારથી DJ.બેન્ડ બાજા.અને લોકોએ પોતાના વાહનો શણગારી જુલૂસ જુલુસમા સામેલ થયા હતા.જે જુલુસ દાહોદ શહેરના કસ્બા વિસ્તારથી નીકળી હુસેની મસ્જિદ.બિરસા મૂડા ચોક.સરશવતી સર્કલ.બાબા સાહેબ આંબેડકર ચોક.બસ સ્ટેન્ડ થઈ ઠક્કર ફળીયા ખાતેની મોહમ્મદી મસ્જિદ ખાતે તમામ મુસ્લિમ સમાજના લોકો એકઠા થઈ નબી સલલ્લાહો અલયએ વસલ્લ્મના બાલ મુબારકના દીદાર કરી પરત જુલુસ ઠક્કર ફળીયાથી નીકળી કસ્બા વિસ્તાર જવા માટે રવાના થયું હતું.જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો જુલુસમા સામેલ થયા હતા.અને આવતા જતા તમામ રસ્તા નજીક ખાવા પીવાની વસ્તુઓનું વિતરણ કરવામા આવ્યું હતું.અને એક બીજાને ઈદે મિલાદની શુભેચ્છા પાઠવી ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી

Back to top button
error: Content is protected !!