DAHODDAHOD CITY / TALUKO

દાહોદ લાયન્સ ક્લબ ઓફ સીટી દ્વારા કન્યા કેળવણી અને પ્રગતિ નો પ્રવેશોત્સવ-2026 ની ઉજવણી કરાઈ 

તા. ૨૫૦૬૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ લાયન્સ ક્લબ ઓફ સીટી દ્વારા કન્યા કેળવણી અને પ્રગતિ નો પ્રવેશોત્સવ-2026 ની ઉજવણી કરાઈ

લાયન્સ ક્લબ ઓફ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ ૩૨ ૩૨  એફ વન રિજીયન ચાર અને જોન બે માં આવેલી લાયન્સ ક્લબ ઓફ દાહોદ સીટી દાતા વસંતભાઈ કારેલીયા દ્વારા પુત્ર જયેશભાઈ ની યાદ માં અંતરિયાળ ગામના બાળકો ભણતર અંગે પ્રોત્સાહિત થાય તે શુભ આશયથી ત્રણ વિવિધ શાળાઓમાં કન્યા કેળવણી અને પ્રગતિનો પ્રવેશોત્સવ સમારોહ તારીખ.૨૫.૦૬.૨૦૨૬ રોજ યોજવામાં આવ્યો જેમાં બોરખડા મુખ્ય પ્રાથમિક શાળા ૭૦ બાળકોના કુમકુમ તિલક અને ચોકલેટ આપી પ્રમુખ લાયન કમલેશ લીમ્બાચીયા અને ઉપપ્રમુખ લાયન અનિલ અગ્રવાલ ના વરદ હસ્તે સ્કુલ બેગ આપી .શાળામાં પ્રવેશ અપાયો બિલાડુંગરી પ્રાથમિક શાળાના 25 બાળકોને સ્કુલ બેગ આપી સાથે કુમકુમ તિલક અને ચોકલેટ આપી શાળામાં પ્રવેશ કરાવ્યો. શ્રી મંદિર ફળિયા પ્રાથમિક શાળા ઇટાવા માં ધોરણ 3 થી 8 ના શૈક્ષણિક વર્ષ દરમિયાન શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર અને વિવિધ બાહ્ય પરીક્ષાઓમાં મેરીટ માં આવનાર વિદ્યાર્થીઓને સ્કુલ પેડ અને કંપાસ શૈક્ષણિક કીટ દ્વારા તમામ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું પ્રમુખ લાયન કમલેશ લીમ્બાચીયા અને ઉપપ્રમુખ લાયન અનિલ અગ્રવાલ ના વરદ હસ્તે સન્માન કરવામાં આવ્યું. લાયન્સ ક્લબ ઓફ દાહોદ સીટી આ બાળકોને પ્રોત્સાહિત કરતી પ્રવૃત્તિને શાળાના આચાર્ય પ્રકાશભાઈ ચૌધરી, ભુપેન્દ્રભાઈ ભોકણ અને મુકેશભાઈ બામણે બિરદાવી સાથે લાયન્સ ક્લબ ઓફ દાહોદ સીટીનો ખુબ ખુબ આભાર માન્યો હતો.આ પ્રસંગે ખૂબ મોટી સંખ્યામાં મહાનુભવો,વાલી મિત્રો ,શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

Back to top button
error: Content is protected !!