દાહોદ શ્રી વિશ્વકર્મા મંદિર ખાતે તૃતીય પાટોત્સવ નિમિતે ભવ્ય ધાર્મિક, આરોગ્યલક્ષી અને સામાજિક કાર્યક્રમો યોજાયા

તા.૨૪.૦૬.
૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ શ્રી વિશ્વકર્મા મંદિર ખાતે તૃતીય પાટોત્સવ નિમિતે ભવ્ય ધાર્મિક, આરોગ્યલક્ષી અને સામાજિક કાર્યક્રમો યોજાયા
જય શ્રી વિશ્વકર્મા મંદિર, દાહોદના તૃતીય પાટોત્સવ નિમિતે પંચાલ નવયુવક મંડળ, દાહોદ દ્વારા વિવિધ ધાર્મિક, આરોગ્યલક્ષી અને સામાજિક કાર્યક્રમોનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.તા. ૨૨.૦૬.૨૦૨૬ ના રોજ પાટોત્સવની પૂર્વ સંધ્યાએ બંટીભાઈ પંચાલ (લીમડીવાળા) દ્વારા ભવ્ય ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ હાજરી આપી ભક્તિરસનો આનંદ માણ્યો હતો.તા. ૨૩.૦૬.૨૦૨૬ ના રોજ તાપસ પેથોલોજી લેબોરેટરીના સહયોગથી મેગા હેલ્થ ચેકઅપ કેમ્પ તેમજ રોહનીશ ડેન્ટલ ક્લિનિકના ડૉ. કુલદીપ પંચાલના સહયોગથી ડેન્ટલ અવેરનેસ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પોમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનોએ આરોગ્ય તપાસ અને માર્ગદર્શનનો લાભ લીધો હતો.પાટોત્સવ નિમિતે વિષ્ણુયાગ હવનનું પણ ભક્તિભાવપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના આગેવાનો, વડીલો અને જ્ઞાતિજનોએ ઉપસ્થિત રહી ધર્મલાભ મેળવ્યો હતો.આ પ્રસંગે વિશ્વકર્મા નિર્માણ ફાઉન્ડેશનના સભ્યો દ્વારા આગામી સમયમાં અમદાવાદ ખાતે યોજાનારા ‘મહિલા સંમેલન’ અંગે માહિતી અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.કાર્યક્રમના અંતે સમગ્ર પાટોત્સવને સફળ બનાવવા માટે તન, મન અને ધનથી સહયોગ આપનાર તમામ દાતાશ્રીઓ, આગેવાનો, કાર્યકરો તથા જ્ઞાતિબંધુઓનો પંચાલ નવયુવક મંડળ, દાહોદ દ્વારા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો




