દાહોદ જિલ્લા આયુર્વેદ શાખા દ્વારા દેવગઢબારિયાના વિવિધ સ્થળોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી

તા.૨૦.૦૬.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ 
Dahod:દાહોદ જિલ્લા આયુર્વેદ શાખા દ્વારા દેવગઢબારિયાના વિવિધ સ્થળોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી
યોગ દ્વારા ‘હેલ્ધી એજિંગ’ અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા પર ભાર મૂકાયો: શાળાઓ અને આરોગ્ય સંસ્થાઓમાં યોજાઈ યોગ શિબિરો દેવગઢ બારીયા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપલક્ષમાં જિલ્લા આયુર્વેદ અધિકારી ડો. સુધીર જોશીના માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લા આયુર્વેદ શાખા દ્વારા દેવગઢબારિયા તાલુકાના વિવિધ સ્થળોએ યોગ શિબિરોનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. “Yoga for Healthy Ageing” (સ્વસ્થ વૃદ્ધાવસ્થા માટે યોગ) થીમ આધારિત આ કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, આરોગ્ય કર્મચારીઓ અને નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.યોગ અને માનસિક સ્વાસ્થ્યનું મહત્વ કાર્યક્રમના મુખ્ય સંયોજક અને જિલ્લા આયુર્વેદ અધિકારી ડો. સુધીર જોશીએ જણાવ્યું હતું કે, આજના વ્યસ્ત જીવનમાં શારીરિક તંદુરસ્તીની સાથે માનસિક સ્વાસ્થ્ય અત્યંત મહત્વનું છે. તેમણે “Mental Health with Yoga” વિષય પર માર્ગદર્શન આપતા સમજાવ્યું કે યોગ અને ધ્યાન દ્વારા ચિંતા, તણાવ અને માનસિક અસ્વસ્થતાને નિયંત્રિત કરીને ભાવનાત્મક સંતુલન પ્રાપ્ત કરી શકાય છે. તેમણે સૌને યોગને દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનાવી સ્વસ્થ સમાજનું નિર્માણ કરવા અપીલ કરી હતી વિવિધ સંસ્થાઓમાં યોગ શિબિરોનું આયોજન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે નીચે મુજબના સ્થળોએ યોગ નિષ્ણાતો દ્વારા આસન, પ્રાણાયામ અને ધ્યાનનું નિદર્શન કરાવવામાં આવ્યું હતું સર્વોદય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળા, ડભવા: શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને યોગના વિવિધ આસનો તથા પ્રાણાયામનો પ્રત્યક્ષ અભ્યાસ કરાવવામાં આવ્યો મોડલ સ્કૂલ, દેવગઢબારિયામાં વિદ્યાર્થીનીઓને યોગ દ્વારા અભ્યાસમાં એકાગ્રતા વધારવા અને માનસિક સ્થિરતા મેળવવા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું.સરકારી આયુર્વેદ હોસ્પિટલ, દેવગઢબારિયા હોસ્પિટલના સ્ટાફ, દર્દીઓ અને સ્થાનિક અધિકારીઓની ઉપસ્થિતિમાં વિશેષ સત્ર યોજાયું. જેમાં ડો. સંગીતાબેન બોખાણી, ડો. ભૂમિકા જાદવ, ડો. મયુર બારિયા અને યોગ ઇન્સ્પેક્ટર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.CHC ડભવા:આરોગ્ય કેન્દ્ર ખાતે મેડિકલ ઓફિસર્સ, CHO, FHW, MPHW અને આશા બહેનો માટે યોગ સત્ર યોજાયું હતું. જીવનશૈલીમાં યોગનો સંકલ્પ કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામને રોજિંદા જીવનમાં યોગ અપનાવવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. તમામ સહભાગીઓએ તંદુરસ્ત જીવનશૈલી અપનાવવાનો સંકલ્પ લીધો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંબંધિત સંસ્થાઓના સંચાલકો, શિક્ષકગણ અને આરોગ્ય વિભાગના કર્મચારીઓના સહયોગ બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો





