DAHODDAHOD CITY / TALUKO

ભારતનું સૌથી વિશાળ સાયન્સ ટેલેન્ટ સર્ચ અભિયાન ” વિદ્યાર્થી વિજ્ઞાન મંથન” નો નેશનલ કેમ્પ યોજાયો 

તા.૨૦.૦૫.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:ભારતનું સૌથી વિશાળ સાયન્સ ટેલેન્ટ સર્ચ અભિયાન ” વિદ્યાર્થી વિજ્ઞાન મંથન” નો નેશનલ કેમ્પ યોજાયો

ભારતીય વિજ્ઞાનનું ગૌરવ કરતી સંસ્થા વિજ્ઞાન ભારતી તેમજ એનસીઈઆરટી ન્યુ દિલ્હી અને નેશનલ કાઉન્સિલ ઓફ સાયન્સ મ્યુઝિયમ દ્વારા દર વર્ષે દેશ ભરના વિદ્યાર્થીઓ માટે જિલ્લા રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાએ વિદ્યાર્થી વિજ્ઞાન મંથન કાર્યક્રમ યોજાય છે જેનો નેશનલ કેમ્પ આ વર્ષે આઈ આઇ ટી ગાંધીનગર ગુજરાત ખાતે 16 ,17 મેં 2026 દરમિયાન યોજાયો હતો.જેમાં ભાગ લેનાર દેશભરના ધોરણ 6 થી 11 ના 260000 વિદ્યાર્થીઓમાંથી દરેક રાજ્યદીઠ 12 સિલેક્ટ થયેલ વિદ્યાર્થીઓ તેમના વાલીઓ અને શિક્ષકો સાથે હાજર રહ્યા હતા. નેશનલ કેમ્પમાં વિદ્યાર્થીની લેખિત મૌખિક, પ્રેક્ટીકલ અને પ્રવૃત્તિ સાથે પરીક્ષા લેવાઇ હતી.વિજેતાઓને ઝોન અને રાષ્ટ્ર કક્ષાએ રોકડા પુરસ્કાર ટ્રોફી અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા નેશનલ વિનરને 25000,/15000/,10000 રોકડ પુરસ્કાર દર મહિને ₹2,000 ભાસ્કર સ્કોલરશીપ તથા ઈસરો જેવી સંસ્થામાં બે થી ત્રણ વિક સુધી ઇન્ટરશીપની જાહેરાત કરાઈ હતી.ગુજરાતમાં આ પ્રવૃત્તિનું સંચાલન વિજ્ઞાન ગુર્જરી સંસ્થા કરે છે તેના સ્ટેટ કો-ઓર્ડીનેટર શ્રી કમલેશ લીમ્બાચીયા તથા પ્રિ મનસુખ નારીયા એ જણાવ્યા મુજબ નેશનલ કેમ્પમાં ગુજરાતના બે વિદ્યાર્થીઓ વેસ્ટન ઝોનમાં પ્રથમ શ્લોક પટેલ અને વેસ્ટર્ન ઝોનમાં દ્વિતીય કાવ્યા પટેલ વિજેતા થયા હતા ગુજરાતનું ગૌરવ વધારવા બદલ વિજ્ઞાન ગુર્જરીના પ્રમુખ ચૈતન્ય જોશી તથા જનરલ સેક્રેટરી જીગ્નેશ બોરીસાગરે અભિનંદન પાઠવ્યા છે. કાર્યક્રમ દરમિયાન યોજાયેલ સ્ટેટ કોર્ડીનેટર મીટમાં ગુજરાત રાજ્યના સ્ટેટ કોર્ડીનેટર કમલેશ લીમ્બાચીયા અને મનસુખ નારિયાએ રાજ્યભરમાં VVM કાર્યક્રમ માટે કરેલ પ્રવૃત્તિઓનું પ્રેઝન્ટેશન તથા આગામી વર્ષ માટેનું વિઝન રજૂ કર્યુ હતું . આ વર્ષે ગુજરાતમાંથી 9000 જેટલા વિદ્યાર્થીઓએ વિવીએમ પ્રવૃત્તિમાં ભાગ લીધો હતો ગુજરાત રાજ્ય સ્ટેટ કોર્ડીનેટર શ્રી કમલેશ લીમ્બાચીયા આર એન્ડ સ્કુલ દાહોદ સર્ટિફિકેટ અને કીટ આપી સન્માનિત કર્યા હતા

Back to top button
error: Content is protected !!