DAHODLIMKHEDA

લીમખેડામાં એસ.ટી. બસોની અનિયમિતતાથી વિદ્યાર્થીઓ પરેશાન, ‘જયસ’ દ્વારા લીમખેડા ડેપો મેનેજરને આવેદનપત્ર પાઠવ્યું

તા.૧૨.૦૬.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Limkheda:લીમખેડામાં એસ.ટી. બસોની અનિયમિતતાથી વિદ્યાર્થીઓ પરેશાન, ‘જયસ’ દ્વારા લીમખેડા ડેપો મેનેજરને આવેદનપત્ર પાઠવ્યું

દાહોદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત સાથે જ એસ.ટી. બસોની અનિયમિતતાનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. બસો સમયસર ન આવતી હોવાને કારણે અનેક વિદ્યાર્થીઓને શાળાએ પહોંચવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે આ સમસ્યાને લઈને જય બિરસા મુંડા આદિવાસી યુવા સંગઠન (જયસ) દ્વારા લીમખેડા સબ-ડેપોના ડેપો મેનેજરને લેખિત આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતમાં જયસના પ્રદેશ પ્રભારી તરુલતાબેન હઠીલા, સોનિયાબેન ડામોર તેમજ સ્થાનિક આગેવાનો ભરતભાઈ માવી અને લક્ષ્મણસિંહ વડકીયા ઉપસ્થિત રહ્યા હતા.જયસના જણાવ્યા મુજબ પહડ, વણઝારીયા, મોટીવાવ અને કુમદપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ મોટીબાંડીબાર સ્થિત એમ. એન્ડ એન. હાઈસ્કૂલમાં અભ્યાસ માટે જાય છે. આ વિદ્યાર્થીઓ માટે એસ.ટી. વિભાગ દ્વારા ખાસ બસ ફાળવવામાં આવી હોવા છતાં બસ નિયમિત અને સમયસર ન ચાલતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.બસો સતત મોડેથી આવતી હોવાથી વિદ્યાર્થીઓ સમયસર શાળાએ પહોંચી શકતા નથી, જેના કારણે તેમના અભ્યાસ પર સીધી અસર પડી રહી હોવાનું જણાવાયું છે.વાલીઓએ બાળકો માટે એસ.ટી.ના માસિક પાસ કાઢ્યા હોવા છતાં બસ સેવા અનિયમિત હોવાથી વિદ્યાર્થીઓને ખાનગી વાહનોમાં મોકલવાની ફરજ પડી રહી છે. જેના કારણે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો પર વધારાનો આર્થિક ભારણ આવી રહ્યો છે. સાથે જ બાળકોના શિક્ષણ અંગે વાલીઓમાં ચિંતા અને માનસિક તણાવ પણ વધી રહ્યો હોવાનું આવેદનમાં જણાવાયું છે.જયસ સંગઠને તંત્ર સમક્ષ માંગણી કરી છે કે **પહાડથી મોટી બાંડી બાર રૂટની એસ.ટી. બસો નિયમિત અને સમયસર ચલાવવામાં આવે**, જેથી વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય પ્રભાવિત ન થાય અને ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને શિક્ષણ માટે યોગ્ય પરિવહન સુવિધા મળી રહે.સંગઠને ચેતવણી આપી છે કે જો સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ નહીં આવે તો વિદ્યાર્થીઓના હિતમાં આગામી સમયમાં વધુ કાર્યક્રમો અને રજૂઆતો કરવામાં આવશે.

Back to top button
error: Content is protected !!