DAHODLIMKHEDA

લીમખેડામાં પાયાની સુવિધાઓનો અભાવ જોવા મળ્યો સ્મશાન જેવી મૂળભૂત સુવિધા ન હોવાના કારણે ગ્રામજનો ભારે મુશ્કેલી

તા. ૧૨.૦૬.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Limkheda:આઝાદીના 78 વર્ષ બાદ પણ લીમખેડામાં પાયાની સુવિધાઓનો અભાવ જોવા મળ્યો સ્મશાન જેવી મૂળભૂત સુવિધા ન હોવાના કારણે ગ્રામજનો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.સ્થાનિક લોકો હાલમાં હડફ નદીના પટમાં અંતિમ સંસ્કાર કરવા મજબૂર બન્યા છે.ખાસ કરીને ચોમાસાની ઋતુમાં અંતિમ વિધિ માટે પરિવારજનોને ભારે હાલાકી વેઠવી પડે છે.સ્મશાન સુધી પહોંચવા માટે પાકો રસ્તો પણ ઉપલબ્ધ ન હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.ગ્રામજનોના જણાવ્યા મુજબ વર્ષોથી સ્મશાન અને રસ્તાની સુવિધા માટે માંગણીઓ કરવામાં આવી રહી છે, પરંતુ તંત્ર દ્વારા હજુ સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી.સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે લીમખેડા વિધાનસભા વિસ્તારમાંથી સાંસદ અને ધારાસભ્ય હોવા છતાં વિકાસના દાવાઓ માત્ર કાગળ પર જ જોવા મળે છે.આદિવાસી સમાજ, પ્રજાપતિ સમાજ સહિતના ગ્રામજનોમાં ભારે નારાજગી વ્યાપી છે.ગ્રામજનોએ તાત્કાલિક ધોરણે સ્મશાનની સુવિધા અને પાકા રસ્તાની વ્યવસ્થા ઊભી કરવાની માંગ કરી છે.સ્થાનિક તંત્રની બેદરકારી સામે ગ્રામજનોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.હવે જોવાનું એ રહેશે કે વર્ષોથી પડતર રહેલી આ સમસ્યાનો ઉકેલ ક્યારે આવે છે અને ગ્રામજનોને મૂળભૂત સુવિધાનો લાભ ક્યારે મળે છે.

Back to top button
error: Content is protected !!