
તા.૧૨.૦૬.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
a
nxSigvad:સિંગવડ તાલુકા પંચાયતની કચેરીમાં પીવાના પાણીની સુવિધાનો અભાવ
સિંગવડ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ નિરાલીબેન અમિતકુમાર બારીયા અને તાલુકા પંચાયત સદસ્ય દ્વારા તાલુકા વિકાસ અધિકારી ભગોરાને લેખિત રજૂઆત કરવામાં આવી છે.રજૂઆતમાં જણાવાયું છે કે તાલુકા પંચાયત કચેરી પરિસરમાં નિયમિત સફાઈ થતી નથી, જેના કારણે કચેરી, શૌચાલય અને ઓફિસ રૂમોમાં અસ્વચ્છતા જોવા મળી રહી છે.આ ઉપરાંત કચેરીમાં લગાવવામાં આવેલ RO સિસ્ટમ અને વોટર કુલરની પાઈપો ફાટી જવાથી શુદ્ધ પીવાના પાણીની સુવિધા પણ ખોરવાઈ ગઈ છે, જેના કારણે અરજદારો અને મુલાકાતીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે કચેરીની ઓફિસોમાં ડસ્ટબીનની વ્યવસ્થા ન હોવાથી કર્મચારીઓ દ્વારા કચરો બહાર ફેંકવામાં આવે છે, જેના કારણે કચેરીના પાછળના ભાગમાં કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે.ઉપપ્રમુખ નિરાલીબેન બારીયાએ માંગ કરી છે કે કચેરી અને શૌચાલયોની નિયમિત સફાઈ કરવામાં આવે, સફાઈ કર્મચારીઓની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવે, RO સિસ્ટમનું તાત્કાલિક રિપેરિંગ કરવામાં આવે તેમજ દરેક ઓફિસ અને પરિસરમાં ડસ્ટબીનની વ્યવસ્થા કરવામાં આવે.સાથે જ પીવાના પાણીની ગુણવત્તા જળવાઈ રહે તે માટે નિયમિત ચકાસણી કરવાની પણ માંગ કરવામાં આવી છે આ મુદ્દે તાલુકા વિકાસ અધિકારી ભગોરાએ રજૂઆત સ્વીકારી સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ કરી જરૂરી અને તાત્કાલિક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.હવે જોવાનું એ રહેશે કે તાલુકા પંચાયત કચેરીમાં સ્વચ્છતા અને મૂળભૂત સુવિધાઓ અંગેની આ રજૂઆત બાદ તંત્ર કેટલા સમયમાં કાર્યવાહી કરે છે.



