DAHODDAHOD CITY / TALUKO

દાહોદ ડોકી સબ જેલ ખાતે ૧૨ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે યોગ શિબિરનું આયોજન

તા.૨૧.૦૬.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ ડોકી સબ જેલ ખાતે ૧૨ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે યોગ શિબિરનું આયોજન

જેલોના પોલીસ મહાનિદેશક ડૉ. કે.એલ.એન. રાવ સાહેબ, નાયબ જેલ મહાનિરીક્ષક આર.પી. બારોટ સાહેબ તેમજ વડોદરા ઝોનના નાયબ જેલ મહાનિરીક્ષક સરોજકુમારી સાહેબના માર્ગદર્શન અને સૂચના અનુસાર આજે ૧૨ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે દાહોદ સબ જેલ ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના સહયોગથી યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.આ યોગ શિબિરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ શિક્ષક રાજેશભાઈ યાદવ દ્વારા જેલના બંદિવાનો અને કર્મચારીઓને વિવિધ યોગાસનો, અનુલોમ-વિલોમ તેમજ કપાલભાતિ પ્રાણાયામનો અભ્યાસ કરાવવામાં આવ્યો હતો. ઉપરાંત યોગ અને પ્રાણાયામના શારીરિક તથા માનસિક સ્વાસ્થ્ય માટેના લાભો અંગે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.આ કાર્યક્રમમાં જેલ અધિક્ષક એમ.એલ.ગમારા જેલના કર્મચારીઓ તથા કુલ ૧૯૮ જેટલા બંદિવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને વિવિધ યોગાસનો તથા પ્રાણાયામની ક્રિયાઓ કરી યોગ દિવસની ઉજવણી કરી હતી

Back to top button
error: Content is protected !!