DAHOD

ગાંધીનગર પોલીસ દ્વારા દર્જ કરેલાં FIR દ્વેષપૂર્વકની ખોટી અર્થહિન અને સંતાપજનક:પોલીસ તંત્ર સામે સવાલિયા નિશાન

તા. ૨૭. ૦૬. ૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Dahod:ગાંધીનગર પોલીસ દ્વારા દર્જ કરેલાં FIR દ્વેષપૂર્વકની ખોટી અર્થહિન અને સંતાપજનક:પોલીસ તંત્ર સામે સવાલિયા નિશાન !

વિનોદ પટેલ વિરુદ્ધની FIR એક કાઉન્ટર બ્લાસ્ટ: હાઇકોર્ટ દ્વારા નોટિસ ફટકાર્યા બાદ તાબડતોડ FIR કેમ સાડા ત્રણ મહિના પોલીસ એ શું કર્યું ? : તર્ક સુસંગત કાનૂની દાવ પેચ : ફરિયાદી હરેશ ટાંક ને તેના ગોડફાધરથી છુપા આશીર્વાદથી બલ્લે બલ્લે

દાહોદ જીલ્લામાં મહિલાઓના ઉત્થાન તેમજ સર્વાંગી વિકાસ માટે કામ કરતી સંસ્થા તેમજ દૈનિક અખબારના માલિક એવા નિવૃત શિક્ષકે પત્રકાર ક્ષેત્ર જોડે સંકળાયેલા એક વ્યક્તિ પાસે ઉછીના 40 લાખ રૂપિયાના નાણાની જરૂર હોઈ સામેવાળાએ પાંચ લાખ રૂપિયા આપ્યા બાદ બાકીની રકમની વ્યવસ્થા કરી આપવાનું વિશ્વાસ અપાવી શિક્ષક પાસેથી અવેજીમાં 20-20 લાખના સહી કરેલા ચેકો લીધા બાદ પૂર્વ આયોજિત કાવતરા ના ભાગરૂપે અમરેલીના એક વ્યક્તિએ તેના સાગીરતો સાથે અખબારના માલિક અને વ્યવસાય નિવૃત શિક્ષક પાસેથી વધુ રકમ પડાવવા કોરા સહી કરેલા ચેકોમાં મોટી રકમ ભરી બદનામ કરવાના ઇરાદે આઈએસ અધિકારીના નામે 60 લાખ રૂપિયા પડાવ્યા હોવાની ઉપજાવી કાઢેલી બોગસ ફરિયાદ નોંધાવતા ઉપરોક્ત નિવૃત્ત શિક્ષકે સામેવાળા વ્યક્તિ પાસેથી આઇએસ અધિકારીના નામે 60 લાખ રૂપિયા પડાવી છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાવતા ઉલટા ચોર કોટવાલ કો ડાટે તેઓ ઘાટ સર્જાયો છે. જોકે આ સમગ્ર મામલો હવે ન્યાયાલયમાં પહોંચતા ઉપરોક્ત સામેવાળા ભેજાબાજ વ્યક્તિએ કરેલ ફરીયાદ તેમજ ઉપરોક્ત પ્રકરણમાં નિવૃત શિક્ષક સામે કરેલ ફરિયાદ અને નાણાકીય લેવડદેવડ માટે રજૂ કરેલા પુરાવાઓમાં વિસંગતતા જોવા મળતા પ્રથમ દ્રષ્ટિએ આ સમગ્ર પ્રકરણ નિવૃત્ત શિક્ષક તેમજ તેની અખબારના તંત્રીને બદનામ કરાવવાના ઇરાદે ઉપજાવી કાઢેલો હોવાનું ફલિત થઈ રહ્યું છે. એટલું જ નહીં ઉપરોક્ત અખબારના તંત્રીને ખોટી રીતે અપહરણ કરી શારીરિક અને માનસિક ત્રાસ આપી હેરાન પરેશાન કરવાના કેસમાં સામેવાળા વ્યક્તિએ પોલીસ જોડે મેળાપીપણા કરતા દૈનિક અખબારના તંત્રીએ આ મામલે ફરિયાદ કરનાર વ્યક્તિ તેમાં તેની સાથે સંડોવાયેલ ટોળકી તથા કેટલાક પોલીસ કર્મચારીઓ સામે નામદાર હાઇકોર્ટમાં રીટ દાખલ કરી હોવાનું સામે આવતા સમગ્ર પ્રકરણમાં ચકચાર જવા પામી છે. જોકે આ સમગ્ર બનાવમાં પોલીસની શંકાસ્પદ ભૂમિકા બોગસ ફરિયાદ કરનાર વ્યક્તિ દ્વારા આ મામલો અમરેલી ખાતેનો બનેલો હોઇ સમગ્ર પ્રકરણ અમરેલી જ્યુરીડીક્શનમાં લાગતો હોવા છતાં રાજકીય ઓથા અને પીઠબળ ધરાવતા ઉપરોક્ત વ્યક્તિએ ગાંધીનગર એલસીબી દ્વારા ગેરકાયદેસર રીતે અટકાયત કરતા જો બનાવ અમરેલી ખાતે બનેલો હોઈ ગાંધીનગર એલસીબી દ્વારા કાર્યવાહી કેવી રીતે કરી શકે.? આ સમગ્ર બાબત ઉપરોક્ત પ્રતિષ્ઠિત અખબારના તંત્રી અને નિવૃત શિક્ષકને કોઈ પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે ફસાવવા માટે ષડયંત્ર રચ્યું હોવાનું નરી આંખે દેખાઈ આવે છે. એટલું જ નહીં જો અરજરદાર સાચો હોય અને ન્યાયતંત્ર પર ભરોસો રાખનાર હોય તો કાયદેસરની કાર્યવાહી કરવાની જગ્યાએ કાયદાને હાથમાં લઇ ગેરકાયદેસર મંડળી રચી નિવૃત શિક્ષકને પોતાના સાગિરતો સાથે મળી અપહરણ કરવાની શું જરૂર પડી ફરિયાદીના જણાવ્યા અનુસાર જો ગુનાને અંજામ અમરેલીમાં આપવામાં આવ્યો તો ગાંધીનગર પોલીસ દ્વારા કાર્યવાહી કેમ ઉપરોક્ત હરેશ ભીખાલાલ ટાંક રહેવાસી અમરેલી દ્વારા ફરિયાદમાં જણાવ્યા અનુસાર ઉપરોક્ત વિનોદ પટેલ દ્વારા 60 લાખ રૂપિયા ની છેતરપિંડી કરી હતી. સમગ્ર ઘટના અને નાણાંની લેવડદેવડ અમરેલી ખાતે બનેલી હોય તો પછી ઉપરોક્ત અરજદાર દ્વાર ગાંધીનગર સેક્ટર ૭ માં આવેલ પોલીસ સ્ટેશનમાં કેમ ફરિયાદ કરી ? આ ફરિયાદ તે જ સમયે અમરેલીમાં દાખલ કરી શકતા હતા. એટલે આ પ્રથમ દ્રષ્ટિએ રાજકીય ઓથા હેઠળ પીઠબળ ધરાવતા ઉપરોક્ત વ્યક્તિએ વિનોદભાઈ પટેલ ને બદનામ કરવાના ઇરાદે રાજકીય નેતાઓના ઇશારે ષડયંત્રના ભાગરૂપે બોગસ ફરિયાદ નોંધાવી હોવાનું ફલિત થાય છે.ગાંધીનગરમાં ફરિયાદ દાખલ થયા બાદ ઉપરોક્ત અરજદારને કાયદો હાથમાં લેવાની શું જરૂર પડી ? શું પોલીસ કાર્યવાહી પર ભરોસો નહોતો આ સમગ્ર કેસમાં પ્રથમ દિવસથી શંકાસ્પદ વ્યક્તિ ગણાતા હરેશ ભીખાભાઈ ટાંક દ્વારા 60 લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ ગાંધીનગર પોલીસ મથકે કરવામાં આવી હતી. પરંતુ યેનકેન પ્રકારે દૈનિક અખબારના તંત્રીને ગમે તે રીતે પૂરો કરવા નેમ સાથે અમરેલી થી ગાંધીનગર આવેલા ઉપરોક્ત ષડ્યંત્રકારી હરેશ ભીખાભાઈ ટાંકે તેના સાગીરતો સાથે મળી પૂર્વ સુનિયોજિત કાવતરાના ભાગરૂપે ગેરકાયદેસર મંડળી બનાવી તા. 26.2.2019 ના રોજ સવારના 10:00 વાગ્યા ના સુમારે Gj.07.DD.9790 નંબરની ગાડી તેમજ અન્ય સાતથી આઠ ગાડીઓમાં સવાર લગભગ ૨૦ થી ૨૫ જેટલા હથિયારધારી માથાભારે ઈસમો સાથે મળી ગાંધીનગર મુકામે સંસ્થાના કામથી આવેલા વિનોદ પટેલની ગાડીને આતરી તેઓને બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડી અપહરણ કરી લીધો હતો. આ દરમિયાન ઉપરોક્ત અપહરણકારોએ વિનોદ પટેલ ના આધારકાર્ડ સહી કરેલા કોરા ચેક તેમજ દસ હજાર રૂપિયાની રોકડ રકમ પણ કોઈક મેલી મુરાદ પુરી પાડવા સગે વગે કરી નાખી હતી. હવે મહત્વપૂર્ણ પ્રશ્ન એ ઉભો થાય છે કે જો સામેવાળા અરજદાર સાચો હોય ? તેની સાથે છેતરપીંડી થઈ હોય અને તેને પોલીસમાં કાયદેસર ફરિયાદ દાખલ કરાવી દીધી હોય તો તેને કાયદો હાથમાં લેવાની શું જરૂર પડી ? શું અરજદારને ન્યાયતંત્ર પર ભરોસો નથી ? પોલીસ તંત્ર પર વિશ્વાસ નથી ? આ એક મોટો સવાલ આ સમગ્ર કેસમાં એજન્સીઓને તલસ્પર્શી તપાસ કરવા માટે ગંભીર વિષય બની જવા પામેલ છે સમગ્ર કેસમાં ગાંધીનગર એલસીબી ની શંકાસ્પદ ભૂમિકાથી પોલીસ હાઈકમાન્ડ પણ આશ્ચર્યચકિત અપહરણકાંડ બાદ પીડિત વિનોદ પટેલ દ્વારા આ મામલે હાઇકોર્ટના એડવોકેટ સોનાસાગર દ્વારા વિનોદ પટેલના અપહરણ મામલે (honorable DGP honoraBal, SPG Nagar,honorable Pi sector 7G Gandhinagar etc) ઈમેલ દ્વારા જાણ કરેલ હતી. જે બાદ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા ત્યારબાદ નામદાર હાઇકોર્ટમાં સ્પેશિયલ ક્રિમિનલ એપ્લિકેશન નંબર 3308/2024 દાખલ કરતા નામદાર હાઇકોર્ટે રાજ્ય પોલીસ ઓથોરિટી ને નોટિસ આપી જવાબો રજૂ કરવા જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ તારીખ 19.3.2024 ના રોજ ગાંધીનગર એલસીબી ની ટીમ દ્વારા સાંજના સમયે વિનોદ પટેલનો મોબાઇલ ટ્રેસ કરી ગોધરા નજીક હોટલ રોયલ પર આવી કોઈપણ પ્રકારના સર્ચ વોરેન્ટ કે અન્ય આધાર વગર ગેરકાયદેસર રીતે ધરપકડ કરી ગાડીની તલાસી લીધી હતી. અને ગાડીમાં બેસાડી લઈ જતા પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે નિવેદન લેવું હોય તો નજીકના પોલીસ સ્ટેશનને લઈ જાઓ પરંતુ તેઓએ બળજબરીપૂર્વક એક લેટર ઉપર સહી કરાવી લેટરમાં શું લખેલું હતું કોઈ જાણકારી આપી નહોતી. ત્યારબાદ વિનોદ પટેલ દ્વારા જણાવ્યું હતું કે આ મામલે એટલે કે કિડનેપિંગ અંગે હાઇકોર્ટમાં ફરિયાદ દાખલ કરેલ છે. તે સાંભળી એલસીબીની ટીમ તરત જ અવાક બની ગઈ હતી. અને આનન ફાનનમાં ગોધરાથી 15 કિલોમીટર દૂર અમદાવાદ રોડ ઉપર મુક્ત કરી દીધો હતો. આ દરમિયાન વિનોદ પટેલની ગાડીમાંથી 20000 રૂપિયાની રોકડ રકમ, મોબાઈલ ફોન આધારકાર્ડ તેમજ જરૂરી કાગળો ગાયબ જોવા મળતા આ સમગ્ર પ્રકરણ એ ગંભીર તપાસનો વિષય બની જવા પામેલ છે. જો પોલીસ દ્વારા સાચા અર્થમાં વિનોદ પટેલની ધરપકડ અથવા નિવેદન લેવા આવ્યા હોય તો આ કેવા પ્રકારની ઢબ હતી અને હાઇકોર્ટનું નામ સાંભળી તરત ત્યાંથી જગ્યા કેમ છોડી દીધી ? જો પોલીસ કાયદેસરની કાર્યવાહી કરતી હતી તો તેમને ડર શેનો હતો ? આ તમામ ઘટનાક્રમ ને જોતા ગાંધીનગર એલસીબી ની કામગીરી ઉપર શંકા પેદા થાય છે. કોઈ રાજકીય અથવા પોલીસના નજીકના માણસના કહ્યા અનુસાર નિયમ અને પ્રોટોકોલને સાઈડ લાઈન કરી એલસીબી પોલીસે ગુંડા તત્વોની જેમ વિનોદ પટેલને રાઉન્ડ અપ કર્યા બાદ નાટકીય રીતે મુક્ત કરી દેતા સમગ્ર કેસમાં એલસીબી પોલીસની કામગીરી શંકાસ્પદ લાગે છે. તેમાં કોઈ બે મત નથી.

સમગ્ર કેસમાં ઘટનામાં ઘટનાના સાડા ત્રણ માસ બાદ હાઇકોર્ટનું તેડું આવતા પોલીસે બચવા માટે ફરિયાદ દાખલ કરી ઉછીના પૈસા લેવડદેવડમાંથી શરૂ થયેલા આ કેસમાં ઉપરોક્ત દૈનિક સમાચારના તંત્રી વિનોદ પટેલના ફેબ્રુઆરી માસમાં અપહરણનું કારસ્તાન રચવામાં આવ્યું. જે બાદ પોલીસમાં જાણ કર્યા બાદ પણ કોઈ કાર્યવાહી ન થતા આખરે આ મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. ત્યારબાદ પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે વિનોદ પટેલને રાઉન્ડઅપ કરી ગણતરીની મિનિટોમાં મુક્ત કર્યા હતા. આ સમગ્ર પ્રકરણમાં નાટકીય રીતે અરજદાર સાથે મેળાપીપણામાં રહેલી પોલીસે સત્તાનો દુરુપયોગ કરી વિનોદ પટેલને માનસિક રીતે ટોર્ચર કર્યો હતો. લગભગ સાડા ત્રણ મહિના ચાલેલા આ પ્રકરણમાં હાઇકોર્ટમાંથી ગાંધીનગર પોલીસને તેડુ આવતા પોલીસે હાઇકોર્ટમાં શું જવાબ આપીશું ? આ ઘટનામાં કેવી રીતે સમગ્ર મામલો વિનોદ પટેલ પર ઢોળી દેવો તે અંગે ષડયંત્ર રચી તારીખ 27.5.2024 ના રોજ વિનોદ પટેલ સામે છેતરપિંડીની ફરિયાદ નોધી સામેવાળા હરેશ ભીખાભાઈ ટાંક ને આડકતરી રીતે મદદ કરી હોવાનું નરી આંખે દેખાઈ રહ્યું છે. આ સમગ્ર પ્રકરણમાં યેનકેન પ્રકારે વિનોદ પટેલ ને ફીટ કરી દેવા માટે ટેબલ નીચે વ્યવહાર થયો હોવાની પ્રબળ આશંકાઓ સમગ્ર ઘટનાક્રમ ને જોતા એધાણ વર્તાઈ રહ્યા છે

હરેશ ટાંક દ્વારા કરેલ ફરિયાદ અને વકીલ દ્વારા મોકલેલ 138 મુજબની નોટિસમાં વિસંગતતા ? ષડયંત્રની આશંકા હરેશ ટાંક અમરેલી દ્વારા 60 લાખ રૂપિયાની છેતરપિંડી અંગે ગાંધીનગર ખાતે કરેલ ફરિયાદમાં તેમજ તેઓના વકીલ ભુપેન્દ્ર દેસાઈ દ્વારા 29.4.2024 ના રોજ વિનોદ પટેલને 138 મુજબની મોકલેલ નોટિસમાં ઘણી બધી વિસંગતતાઓ જોવા મળે છે. જેવી કે પરેશ ટાંકના વકીલ દ્વારા મોકલેલ નોટિસમાં જણાવ્યા અનુસાર વિનોદ પટેલ 60 લાખ રૂપિયા તેમના ઘરે અમરેલી ખાતે આવીને લઈ ગયા હતા તેમ જણાવે છે. જ્યારે એફઆઇઆરમાં આ પૈસા ગાંધીનગર આપ્યા છે તેવું જણાવે છે. તો આ બંને બાબતોમાં વિરોધાભાસી નિવેદન કેમ.? જો હરેશ ટાંકે તમામ લેવડદેવડ અમરેલીમાં કરેલી હોય તો જુયુંરીડીશન પ્રમાણે તેઓને અમરેલી પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવાની હોય છે. પરંતુ તેઓએ ગાંધીનગર ખાતે ફરિયાદ દાખલ કરાવેલી છે. એટલે આમાં પણ વિસંગતતા જોવા મળે છે. સમગ્ર મામલામાં ગાંધીનગર સેક્ટર સાતમાં મુનો દાખલ થાય છે અને એલસીબી વિનોદ પટેલની ધરપકડ કરવા આવે છે. કારણ કે તેઓએ હાઇકોર્ટમાં એક મહિના પહેલા પોલીસ સામે કાર્યવાહી કરવા રીટ દાખલ કરી છે. આના પરથી ફલિત થાય છે કે ફરિયાદીએ રાજકીય પીઠબળ ના ઓથાથી દૈનિક અખબારના તંત્રી અને એનજીઓના સંસ્થાપક એવા નિવૃત શિક્ષકને ભેદી ષડયંત્ર રચી ફસાવવાનો કારસો કરેલ છે

માનો કે કથિત પત્રકાર હરેશ ટાંકે લાંચ આપી છે તો કાયદાની પરિભાષામાં લાંચ આપનાર અને લેનાર બંને આરોપીના પિંજરામાં આવી શકે નોકરીની લાલચ આપનાર કમિશનર એજન્ટ દલાલને પણ ન્યાયતંત્ર છોડતું નથી જ્યારે કોઈ અનપઢ વ્યક્તિ નોકરીની લાલચમાં લાંચ આપે તે માની લઈએ અને તે ન્યાયાલય પણ મહદઅંશે સ્વીકાર કરે છે પરંતુ શુશિક્ષિત તેમજ લોકશાહીનો ચોથો સ્તંભ જ્યારે કાયદો જાણવા છતાં કાયદો હાથમાં લઇ ષડયંત્ર રચી નોકરીની લાલચમાં લાંચ આપવાનું ગેરકાયદે કૃત્ય કરે છે તે પણ આરોપી જેટલો જ દોષી છે. કાયદો જ્યારે પાઠ ભણાવે ત્યારે ફરિયાદી પણ આરોપીના પિંજરામાં આવી શકે અને એટલાજ દોષી ઉમેદવારો પણ છે. જે પણ કાયદાની ચુંગાલમાંથી બચી શકતા નથી. આવા નોકરી વાંચ્છુ લાલચી ઉમેદવારોનું ભાવિ અંધકારમય બને છે. જાગૃત સુશિક્ષિત સમાજ માટે આવા કિસ્સાઓ લાલબત્તી સમાન !

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button