સબસે દૂર, સબસે પહેલે’ અભિયાનથી દાહોદ જિલ્લામાં આદિવાસી વિસ્તારોમાં વિકાસની નવી દિશા મળી

તા.૨૫.૦૫.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ 
Dahod:સબસે દૂર, સબસે પહેલે’ અભિયાનથી દાહોદ જિલ્લામાં આદિવાસી વિસ્તારોમાં વિકાસની નવી દિશા મળી
જનભાગીદારી અભિયાન કેમ્પમાં લોકોને સ્થળ ઉપર જ વિવિધ સેવાનો લાભ મળતા ખુશીની લહેર પ્રસરી દાહોદ જિલ્લામાં ‘જન ભાગીદારી અભિયાન-સૌથી દૂર, સૌથી પહેલા’ અંતર્ગત છેવાડાના આદિજાતિ વિસ્તારોમાં ૩૩ ક્લસ્ટર લેવલ કેમ્પ દ્વારા ૧૨૮૨૮ થી વધુ નાગરિકોને ઘરઆંગણે સરકારી સેવાઓનો લાભ મળ્યો ભારત સરકારના આદિજાતિ બાબતોના મંત્રાલયના માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ‘જન ભાગીદારી અભિયાન – સૌથી દૂર, સૌથી પહેલા’ અંતર્ગત તા. ૧૮ મે થી ૨૫ મે ૨૦૨૬ દરમિયાન આદિજાતિ અને અંતરિયાળ વિસ્તારોમાં વ્યાપક જનસંપર્ક અને સેવા સેતુ કાર્યક્રમોનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓના લાભો પહોંચાડવાનો અને સર્વસમાવેશક વિકાસને વેગ આપવાનો રહ્યો છે.જિલ્લાના વિવિધ તાલુકાઓમાં આયોજિત કુલ ૩૩ શિબિરોમાં આશરે ૧૨૮૨૮ જેટલા આદિજાતિ લાભાર્થીઓ અને નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ શિબિરોમાં મુખ્યત્વે તડવી, ભીલ, તાવિયાડ, પટેલીયા અને રાઠવા જેવા આદિજાતિ સમુદાયના લોકોની સક્રિય ભાગીદારી જોવા મળી હતી.આ શિબિરો દરમિયાન વિવિધ વિભાગોના સંકલનથી નાગરિકોને પાયાની સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. ૧૫૮૮ નાગરિકોને આધાર સંબંધિત સેવાઓ, ૫૪૪ વનબંધુઓને આયુષ્માન ભારત કાર્ડ, ૬૬૮ લાભાર્થીઓને પી.એમ. કિસાન સન્માન નિધિ, ૧૬૧૫ રેશન કાર્ડ સેવાઓ, ૯૦૬ લોકોને જાતિના દાખલા તથા ૧૭૨૧ લોકોને આવકના દાખલા, ૬૬૫ લોકોને જન્મના દાખલા, ૮૨૬ લોકોને બી.પી.એલ.ના દાખલા આ૫વાની પ્રક્રિયા પૂર્ણ કરીને વિવિધ કલ્યાણકારી સેવાઓનું સ્થળ પર જ અમલીકરણ કરવામાં આવ્યું હતું. વધુમાં, કેમ્પ સ્થળ પર જ નિઃશુલ્ક તબીબી સહાય અને દવાઓ પણ પૂરી પાડવામાં આવી હતી.આ અભિયાન અંતર્ગત દાહોદ જિલ્લાના તમામ તાલુકામાં ૩-૩ કેમ્પ યોજાયા હતા, જેમાં ૧૨૮૨૮ જેટલા લોકોને સ્થળ ૫ર જ આ અભિયાન અંર્તગત સરકારની વિવિઘ યોજનાનો લાભ આ૫વામાં આવ્યો હતો.વહીવટી તંત્ર દ્વારા આ અભિયાનને સફળ બનાવવા માટે વિકેન્દ્રિત અને લોકાભિમુખ અભિગમ અપનાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત, ટેકનોલોજીના માધ્યમથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર અભિયાનના ફોટા શેર કરીને વધુમાં વધુ લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા





