DAHODDAHOD CITY / TALUKO

બોરવાણી પીએચસી ખાતે ટીબી નિર્મૂલન ઝુંબેશ અંતર્ગત મોબાઇલ ટીબી એક્સ-રે વાન દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં125 દર્દીઓની તપાસ

તા.૦૪.૦૫.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:બોરવાણી પીએચસી ખાતે ટીબી નિર્મૂલન ઝુંબેશ અંતર્ગત મોબાઇલ ટીબી એક્સ-રે વાન દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં125 દર્દીઓની તપાસ

દાહોદ તાલુકાના બોરવાણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે “ટીબી મુક્ત ભારત અભિયાન 2.0” અને 100 દિવસીય સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશ અંતર્ગત વિશેષ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ આરોગ્ય કેમ્પ દરમિયાન મોબાઇલ ટીબી એક્સ-રે વાન દ્વારા કુલ 125 શંકાસ્પદ દર્દીઓના ટીબી એક્સ-રે ટેસ્ટ કરવામાં આવ્યા હતા. સાથે જ દર્દીઓ માટે વજન, ઊંચાઈ, બ્લડ પ્રેશર તથા ડાયાબિટીસ જેવી વિવિધ આરોગ્ય તપાસણીઓ પણ હાથ ધરવામાં આવી હતી, જેથી દર્દીઓના સર્વાંગી આરોગ્યનું મૂલ્યાંકન શક્ય બન્યું.આ કાર્યક્રમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા ક્ષય અધિકારી તથા તાલુકા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક યોજાયો હતો.કાર્યક્રમને સફળ બનાવવા આરોગ્ય વિભાગની વિવિધ ટીમો — મેડિકલ ઓફિસર, તાલુકા ટીબી સુપરવાઈઝર, પીએચસી સુપરવાઈઝર, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર (CHO), મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW), ફીમેલ હેલ્થ વર્કર (FHW), આશા ફેસિલિટેટર તથા આશા બહેનો — દ્વારા સક્રિય સહયોગ આપવામાં આવ્યો હતો.આવા આરોગ્ય કાર્યક્રમો ગ્રામ્ય વિસ્તારોમાં ટીબી જેવી ગંભીર બીમારીની વહેલી તકે ઓળખ અને સમયસર સારવાર માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યા છે. “ટીબી મુક્ત ભારત”ના લક્ષ્યને સિદ્ધ કરવા માટે આ પહેલ એક દૃઢ પગલું સાબિત થશે

Back to top button
error: Content is protected !!