DAHODDHANPUR

ધાનપુર તાલુકાના ભાણપુર ગ્રામ પંચાયતમાં વ્યાપક ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે ગ્રામજનની ડીડીઓ સમક્ષ રજૂઆત: તપાસની માંગ

તા.૦૬.૦૬.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dhanpur:ધાનપુર તાલુકાના ભાણપુર ગ્રામ પંચાયતમાં વ્યાપક ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે ગ્રામજનની ડીડીઓ સમક્ષ રજૂઆત: તપાસની માંગ

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ભાણપુર ગામના જાગૃત નાગરિક પરમાર સરદારભાઈ બામણસિંગે ભાણપુર ગ્રામ પંચાયતમાં ચાલી રહેલા વિકાસ કાર્યોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે. આ બાબતે ન્યાયિક અને તટસ્થ તપાસની માંગ સાથે તેમણે જિલ્લા વિકાસ અધિકારી (DDO) સમક્ષ લેખિત રજૂઆત કરી છે.વિકાસ કાર્યોમાં ગેરરીતિની આશંકા:સરદારભાઈ પરમારના જણાવ્યા અનુસાર, ભાણપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં વિવિધ સરકારી યોજનાઓ હેઠળ મંજૂર થયેલા અનેક મહત્વના કાર્યોમાં વ્યાપક અનિયમિતતાઓ અને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. તેમણે મુખ્યત્વે નીચે મુજબના કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો ઉલ્લેખ કર્યો છે:

સી.સી. રોડના કામો નાળા (ગટર) નિર્માણના કામો વોશિંગ ઘાટ બનાવવાના કામો બોર અને મોટર સંબંધિત કામો વારંવાર રજૂઆત છતાં પરિણામ શૂન્ય:ગ્રામજન સરદારભાઈએ મીડિયા સમક્ષ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ ભ્રષ્ટાચાર અંગે તેમણે અગાઉ પણ વહીવટી તંત્રને વારંવાર લેખિતમાં રજૂઆતો કરી છે. તેમણે અગાઉ ૧૮ ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ અને ત્યારબાદ ૯ માર્ચ ૨૦૨૬ ના રોજ પણ આ મામલે અરજીઓ આપી હતી. તેમ છતાં આજ દિન સુધી આ અંગે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી કે કોઈ સરકારી અધિકારી દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી નથી.અગાઉની રજૂઆતો પર કોઈ યોગ્ય કાર્યવાહી ન થતાં, આજે તેઓ ફરી એકવાર જિલ્લા મથકે દોડી આવ્યા હતા અને જિલ્લા વિકાસ અધિકારી (DDO) ને રૂબરૂ મળીને નવી અરજી સુપરત કરી હતી. ડીડીઓ (DDO) સાહેબ દ્વારા આ મામલાની ગંભીરતાને ધ્યાને લઈ સમગ્ર પ્રકરણમાં યોગ્ય અને કડક તપાસ કરવામાં આવશે તેવી હૈયાધારણા આપવામાં આવી હોવાનું સરદાર પરમારે જણાવ્યું હતું.ગ્રામજનોની માંગ છે કે જો પંચાયતના વિકાસ કાર્યોમાં ખરેખર સરકારી નાણાંનો દુરુપયોગ થયો હોય, તો જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને ગામના વિકાસ કામો ગુણવત્તાયુક્ત બને તે સુનિશ્ચિત કરવામાં આવે.

Back to top button
error: Content is protected !!