દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચની મોટી સફળતા: સાગટાળાના રૂપારેલ ગામેથી ૨ દેશી કટ્ટા અને ૨ જીવતા કારતુસ સાથે એક આરોપી ઝડપાયો

તા.૧૮.૦૬.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચની મોટી સફળતા: સાગટાળાના રૂપારેલ ગામેથી ૨ દેશી કટ્ટા અને ૨ જીવતા કારતુસ સાથે એક આરોપી ઝડપાયો
પંચમહાલ ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધી ચૌધરી સાહેબની સીધી સૂચના અને દાહોદના પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા તેમજ મધ્યપ્રદેશ અને રાજસ્થાન સરહદના છૂપા માર્ગો પરથી થતી ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી રોકવા માટે દાહોદ એલ.સી.બી. (લોકલ ક્રાઇમ બ્રાન્ચ) સતત કાર્યરત છે. આ દરમિયાન એલ.સી.બી. ટીમને એક મોટી સફળતા મળી છે, જેમાં સાગટાળા પોલીસ સ્ટેશન વિસ્તારના રૂપારેલ ગામેથી ગેરકાયદેસર હથિયારો સાથે એક ઇસમને દબોચી લેવામાં આવ્યો છે.બાતમીના આધારે વોચ ગોઠવી આરોપીને દબોચ્યો ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને હથિયારોની હેરાફેરી અટકાવવા એલ.સી.બી.ની ટીમ અગાઉ પકડાયેલા આરોપીઓ અને શંકાસ્પદ ઇસમોની ગતિવિધિઓ પર સતત નજર રાખી રહી હતી. આ દરમિયાન એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર
ડી.એમ. ઢોલના નેતૃત્વમાં પીએસઆઈ એમ.એમ. માળી, પીએસઆઈ જી.બી. રાઠવા, પીએસઆઈ એન.બી. પરમાર અને ટીમ જિલ્લામાં પેટ્રોલિંગમાં હતી. તે સમયે મળેલી ચોક્કસ બાતમીના આધારે ટીમે દેવગઢ બારીયા તાલુકાના રૂપારેલ ગામે દરોડો પાડી એક ઇસમને ગેરકાયદેસર અગ્નિશસ્ત્ર સાથે ઝડપી પાડ્યો હતો.પકડાયેલ આરોપીની નામ: નરવતસિંહ દુલસીંગ કોળી રહેવાસી: ગામ- રૂપારેલ, તા. દેવગઢ બારીયા, જિ. દાહોદ કબ્જે કરેલ મુદ્દામાલ પોલીસે આરોપી પાસેથી ગેરકાયદેસર દેશી હાથ બનાવટના હથિયારો જપ્ત કર્યા છે:દેશી હાથ બનાવટના કટ્ટા (અગ્નિશસ્ત્ર): ૨ નંગ જીવતા કારતુસ: ૨ નંગ કુલ કિંમત: રૂ. ૪,૧૦૦/-આરોપી સામે સાગટાળા પોલીસ સ્ટેશનમાં હથિયાર ધારા (Arms Act) હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.સારી કામગીરી કરનાર પોલીસ ટીમ આ સફળ ઓપરેશનને અંજામ આપવામાં નીચે મુજબના અધિકારીઓ અને કર્મચારીઓએ પ્રશંસનીય ભૂમિકા ભજવી હતી:(૧). પો.ઈન્સ. ડી.એમ.ઢોલ(૨). પો.સ.ઈ. એમ.એમ.માળી (૩). પો.સ.ઈ. જી.બી.રાઠવા (૪). પો.સ.ઈ. એન.બી.પરમાર (૫). ASI હિરેન્દ્રસિંહ પ્રવિણસિંહ (બ.નં. ૧૦૦૨) (૬). ASI ભરતભાઈ સોમાભાઈ (બ.નં. ૯૮૫) (૭). PC દિનેશભાઈ મોહનભાઇ (બ.નં. ૧૨૫) (૮). PC વિનોદભાઈ પ્રતાપભાઇ (બ.નં. ૧૨૬૧) (તમામ એલ.સી.બી. દાહોદ) સરહદી વિસ્તારોમાંથી થતી હથિયારોની સપ્લાય લાઇન તોડવામાં દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચની આ કામગીરીને પગલે ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.





