વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં વઘઇ પંથકમાં આભ ફાટતા ભેંસકાતરીથી વ્યારાને જોડતા રાજય ધોરીમાર્ગ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઠપ્પ થયો.સાપુતારા 02-09-2024 રાજયનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે.ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં થોડાક દિવસથી વરસાદી માહોલે વિરામ લીધો હતો.આજરોજ સોમવારથી ફરી ડાંગ જિલ્લામાં વરસાદ જામતા સર્વત્ર પાણીની રેલમછેલ ફરી વળી હતી.સોમવારે દિવસ દરમ્યાન ડાંગ જિલ્લાનાં વઘઇ, ઝાવડા,ભેંસકાતરી,કાલીબેલ,બરડીપાડા,સુબિર,લવચાલી, સિંગાણા,આહવા,બોરખલ, ગલકુંડ, સહિત પૂર્વપટ્ટી અને સરહદીય પંથકોમાં મુશળધાર વરસાદ ખાબકતા સર્વત્ર પાણીની રેલમછેલ ફરી વળી હતી.જ્યારે સાપુતારા પંથકમાં મધ્યમ સ્વરૂપેનો વરસાદ પડ્યો હતો. ડાંગ જિલ્લાનાં આહવા,સુબિર અને વઘઇ પંથકમાં મુશળધાર વરસાદનાં પગલે લોકમાતાઓમાં અંબિકા,ખાપરી,પૂર્ણા અને ગીરા નદી ઘોડાપુર પ્રવાહની સાથે ગાંડીતુર હાલતમાં વહેતી જોવા મળી હતી.ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકા પંથકનાં ગામડાઓમાં સોમવારે ધોધમાર સ્વરૂપેનો વરસાદ પડતા ઝાવડા સહીત ભેંસકાતરી પંથકનાં ગામોમાં લોકોનાં ઘરોમાં પાણી ભરાઈ જતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.ડાંગ જિલ્લાનાં આહવા,વઘઇ અને સુબિર પંથકોનાં ગામડાઓમાં સોમવારે શ્રીકાર વર્ષા થતા નીચાણવાળા વિસ્તારોમા પાણી ભરાયા હતા.ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામતા વઘઇનો ગીરાધોધ,ગિરમાળનો ગીરાધોધ સહીત નાના મોટા જળધોધ અખૂટ પાણીનાં જથ્થા સાથે નીચે ખાબકતા દ્રશ્યો રમણીય બન્યા હતા.ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાનાં ગામડાઓમાં સોમવારે દિવસ દરમ્યાન અનરાધાર વરસાદ ખાબકતા ભેંસકાતરીથી વ્યારાને જોડતા રાજય ધોરીમાર્ગ પર પાણી ભરાયા હતા.જેના પગલે કલાકો સુધી વાહન વ્યવહાર ખોરંભે ચડ્યો હતો.આ દરમ્યાન સુબિર પીપલદહાડ રોડ સહિત પીંપરી કાલીબેલ-ભેંસકાતરી માર્ગ ઉપર વૃક્ષો ધરાશયી થવા સાથે માટીનો મલબો રોડ પર ધસી પડતા વાહનવ્યવહાર અવરોધાયો હતો.તેમજ વન વિસ્તારમાં ઠેર ઠેર વીજલાઈનો ઉપર વીજ પ્રવાહ ખોરવાયો હતો.ડાંગ જિલ્લામાં સોમવારે સાંજની સ્થિતિએ 13 જેટલા ગ્રામ્ય માર્ગો અવરોધાયા.જેથી જિલ્લા વહીવટી તંત્રે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની અપીલ કરી છે.ડાંગ જિલ્લા પંચાયત હસ્તકનાં 13 જેટલા ગ્રામ્ય માર્ગો, વરસાદી પાણીને લઈ, અવરોધાયા છે. જેમાં સુબિર તાલુકાના (1) કાકડવિહીરથી ખેંરિન્દ્રા-ચમારપાડા રોડ, સહિત આહવા તાલુકાના (1) બોરખલ-ગાયખાસ-ચવડવેલ રોડ-1, (2) બોરખલ-ગાયખાસ-ચવડવેલ રોડ-2, (3) ભવાનદગડ-ધુલચોંડ-આમસરવલણ રોડ, તથા વઘઇ તાલુકાના (1) ખાતળ ફાટકથી ઘોડી રોડ, (૨) માછળી-ચિખલા-દિવડ્યાવન રોડ-1, (3) માછળી-ચિખલા-દિવડ્યાવન રોડ-2, (4) વાઝટઆંબા-કોયલીપાડા રોડ, (5) ઘોડવહળ વી.એ.રોડ, (6) આહેરડી-બોરદહાડ રોડ, (7) મોટી દાબદર-લહાન દાબદર-નાનાપાડા રોડ ચે.2/100 થી 2/200, (8) મોટી દાબદરલહાન દાબદરનાનાપાડા રોડ ચે.૨/100 થી 2/200, અને (9) કાલીબેલ-પાંઢરમાળ-વાંકન રોડ, ક્યાંક કોઝ વે ઓવર ટોપિંગ થવાથી, તો ક્યાંક સ્લેબ ડ્રેઇન ઓવર ટોપિંગ થવાને કારણે અવરોધાયા છે.જેથી જિલ્લા વહીવટી તંત્રે અવરોધાયેલા માર્ગે અવરજવર કરતા વાહન ચાલકો, રાહદારીઓ, પશુપાલકો અને ખેડૂતોને સાવચેતીના ભાગરૂપે આ માર્ગોનો ઉપયોગ નહિ કરવા, અને સૂચવેલ વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની અપીલ કરી છે.ડાંગ જિલ્લાનાં ડિઝાસ્ટર વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમ્યાન સાપુતારા પંથકમાં 29 મિમી અર્થાત 1.06 ઈંચ, આહવા પંથકમાં 116 મિમી અર્થાત 4.64 ઈંચ, સુબિર પંથકમાં 161 મિમી અર્થાત 6.44 ઈંચ, જ્યારે સૌથી વધુ વઘઇ પંથકમાં 210 મિમી અર્થાત 8.4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો..
રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૪ |કિડની પથરી અને પ્રોસ્ટેટ થી કઈ રીતે બચવું ? | Urology |Dr. Keyur Patel