AHAVADANGGUJARAT

Dang: આહવા તાલુકાનાં મુરમબારીથી આહવા જતી એસટી બસ લસકર્યા ગામે ખોટકાઈ જતા મુસાફરોને હાલાકી..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લામાં એસટી અમારી અને સલામત સવારીની જવાબદારી તમારીનું સ્લોગણ સાર્થક કરતુ આહવા   એસટી ડેપો વિભાગ..

રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લાનું એસટી વિભાગ સંપૂર્ણપણે કથળી ગયુ છે.ડાંગ જિલ્લાનાં એસટી નિગમની આડોડાયનાં પગલે સમયાંતરે અંતરીયાળ વિસ્તારમાં જતી એસટી બસો ખોટકાઈ જવાનાં બનાવો બની રહ્યા છે.તેમ છતાંય નફ્ફટ બનેલ એસટી વિભાગ સુધરવાનું નામ લેતુ નથી.ડાંગ જિલ્લામાં એસટી અમારી અને સલામત સવારીની જવાબદારી તમારીનું સૂત્ર એસટી ડેપો વિભાગ સાર્થક કરી રહ્યુ છે.આજરોજ ડાંગ જિલ્લાના મુરમબારીથી આહવા જતી એસટી બસ લસકર્યા ગામ પાસે ખોટકાઈ ગઈ હતી.જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.એસ.ટી.બસ.રજીસ્ટ્રેશન નંબર જીજે-18-ઝેડ-7509 મુસાફરોને લઈને નિયમિત રૂટ પર જઈ રહી હતી. પરંતુ લસકર્યા ગામ પાસે અચાનક બસમાં ખામી સર્જાતા તે બંધ પડી ગઈ હતી.આ ઘટનાને કારણે મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાને પહોંચવામાં વિલંબ થયો હતો. ઘણા મુસાફરોને મહત્વપૂર્ણ કામો માટે સમયસર પહોંચવું જરૂરી હતુ.પરંતુ બસ ખોટકાવાના કારણે તેઓ મોડા પડ્યા હતા.અહી ડાંગ આહવા એસટી નિગમનું “સલામત સવારી એસટી અમારી”નું સૂત્ર પણ આ ઘટનામાં પોકળ સાબિત થયુ હતું.આ ઘટનાએ એસટી બસની જાળવણી અને સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.નિયમિત જાળવણીના અભાવે ડાંગ જિલ્લામાં આવી ઘટનાઓ વારંવાર બનતી રહે છે, જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના મુસાફરોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. એસટી નિગમે આવી ઘટનાઓનું પુનરાવર્તન ટાળવા માટે તાત્કાલિક પગલાં લેવા જોઈએ અને બસોની નિયમિત જાળવણી સુનિશ્ચિત કરવી જોઈએ તેવી માંગ ઉઠી છે..

Back to top button
error: Content is protected !!