AHAVADANGGUJARAT

ડાંગ કલેક્ટર સુશ્રી શાલિની દુહાને આહવા સિવિલ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લીધી…

વાત્સલ્યમ સમાચાર
   મદન વૈષ્ણવ

*આહવા સિવિલ હોસ્પિટલની ઉપલબ્ધ સુવિધાઓનો તાગ મેળવી, દર્દીઓની સુખાકારી માટે પગલાં લેવા સત્તાધિકારીઓને સુચના આપી*

ડાંગ જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર સુશ્રી શાલિની દુહાને, જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે કાર્યરત જનરલ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લીધી હતી.

જ્યાં આહવા સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ આર.એમ.ઓશ્રી ડો. એસ.બી.પવાર, અધિક્ષકશ્રી ડો.મીતેશ કુનભી, તેમજ અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.હિંમાશુ ગામિતે જનરલ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ ડોક્ટર, નર્સ કર્મચારીઓ/સ્ટાફની વિગતો સહિત આરોગ્ય વિષયક સેવાઓની જાણકારી આપી હતી.

કલેક્ટરશ્રીએ આહવાની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની પરિસ્થિતિ જાણી, ઉપલબ્ધ સેવાઓની માહિતી મેળવી હતી. સાથે જ વિવિધ સેવાઓ માટેના ડોકટર્સની વિગતો પણ તેમણે મેળવી હતી.

હોસ્પિટલમાં દર્દીઓને આવશ્યક સેવાઓ મળી રહે, દર્દીઓને કોઈ મુશ્કેલીઓનો સામનો કરવો ન પડે તેવી વ્યવસ્થાઓ ઉભી કરવા કલેક્ટરશ્રીએ સત્તાધિકારીશ્રીઓને સુચનો કર્યાં હતાં.

દરમિયાન કલેકટરશ્રીએ અહીંના ડાયાલીસીસ સેન્ટર, કે.એમ.સી.રૂમ, ઇમર્જન્સી વોર્ડ, બાળ, મહિલા અને પુરૂષ વોર્ડની સાથે જ ‘બાલ સંજીવની કેન્દ્ર’ (Nutrition Rehabilitation Centre) ની મુલાકાત લીધી હતી. જયા દર્દીઓની મુલાકાત લઇ ઉપલબ્ધ સેવાઓ વિશે વિગતે માહિતી મેળવી હતી.

Check Also
Close
Back to top button
error: Content is protected !!