વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા પોલીસ મથકને નવા પોલીસ ઇન્સ્પેક્ટર મળ્યા છે.ડાંગ જિલ્લાનાં સાપુતારા પોલીસ મથકમાં પી.એસ.આઇ તરીકે ફરજ બજાવતા નિખિલ ઝેડ.ભોયાને પીઆઈ તરીકેનું પ્રમોશન મળ્યુ છે.જે બાદ તેઓની કામગીરીને ધ્યાને લઈને સાપુતારા ખાતે જ તેમણી પીઆઇ તરીકે નિમણૂક કરવામાં આવી છે.રાજ્ય સરકારનાં ગૃહ વિભાગ દ્વારા થોડા દિવસ પૂર્વે ડાંગ જિલ્લાનાં આહવા અને સાપુતારા પોલીસ સ્ટેશનમાં પી.આઈ.(પોલીસ ઇન્સ્પેક્ટર)ની પોસ્ટ અપગ્રેડ કરવામાં આવી હતી.ત્યારે ગતરોજ મોડી સાંજે રાજય સરકારનાં ગૃહ વિભાગ દ્વારા બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર વર્ગ-3 કક્ષાનાં 233 અધિકારીઓને પોલીસ ઇન્સ્પેક્ટર વર્ગ -2માં બઢતીનાં હુકમો કર્યા હતા.જેમાં ગિરિમથક સાપુતારા પોલીસ મથકે ફરજ બજાવતા વર્ષ 2010-11ની બેચનાં પી.એસ.આઈ. નિખિલ ઝેડ.ભોયાને પણ પોલીસ ઇન્સ્પેક્ટર(PI) તરીકેનું પ્રમોશન મળ્યુ છે.ત્યારે ડાંગ જિલ્લા એસ.પી યશપાલ જગાણીયા અને નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલ દ્વારા આજરોજ બઢતી પામેલ એન.ઝેડ.ભોયાની કામગીરીને ધ્યાનમાં રાખી તેઓને ફરી સાપુતારા પોલીસ સ્ટેશનમાં જ પી.આઈ તરીકેની નિમણૂક આપવામાં આવી હતી.ગિરિમથક સાપુતારા ખાતે એન.ઝેડ.ભોયાની પી.આઈ તરીકેનાં નિમણૂકથી સાપુતારા પોલીસ મથકને વધુ મજબૂતી મળશે તથા સાપુતારા પોલીસ મથક વિસ્તારમાં ક્રાઈમ રેટ ઓછો થશે તેવી આશા સેવાઈ રહી છે.