વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
સાપુતારા પોલીસ મથકનાં પી. આઈ.આર.એસ.પટેલનાં માર્ગદર્શન હેઠળ સાપુતારા પી.એસ.આઈ.બી.આર. ચાવડાની ટીમે સાપુતારા ચેકપોસ્ટ પર ચેકીંગની કામગીરીમાં જોડાયા હતા.તે દરમ્યાન સાપુતારા પોલીસની ટીમે ચેકપોસ્ટ પાસે કતલખાને લઈ જતા પશુઓ ભરેલ ટેમ્પો સાથે એકને ઝડપી પાડયો હતો.તેમજ પશુઓને ઉગારી લેવામાં આવ્યા હતા.અને પશુઓ તથા ટેમ્પો સહિત 6 લાખ રૂપિયા કરતાં વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.અને પશુઓ ભરી આપનાર ને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે.ડાંગ જિલ્લાના સાપુતારા ચેક પોસ્ટ ખાતે સાપુતારા પોલીસે પશુ ભરેલ ટેમ્પો ઝડપી પાડયો હતો.જે ટેમ્પો રજી. નં.GJ -14-X-2573 માં ભેંસો નંગ 7 તથા નાની પાડી નંગ 1 તથા નાના પાડા નંગ 2 એમ મળી કુલ 10 પશુઓ મળી આવ્યા હતા .જે અંગેનો પાસ પરમિટ પણ મળી આવ્યો ન હતો અને ગેરકાયદેસર રીતે આ પશુઓ લઈ જવામાં આવી રહ્યા હતા .જેને લઇને પોલીસે ટેમ્પો ચાલક દિલીપકુમાર નટુભાઈ બારૈયા (રહે.ભાવનગર તા.જી.ભાવનગર) ની અટકાયત કરવામાં આવી હતી.અને પશુઓને ઉગારી લેવામાં આવ્યા હતા.તેમજ કુલ 10 નંગ પશુઓ જેની કિંમત રૂપિયા 1,08,000/- તથા ટેમ્પો જેની કિંમત રૂપિયા 5 લાખ એમ મળી કુલ કિંમત રૂપિયા 6,08,000/- નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.અને પશુઓ ભરી આપનાર મનીષભાઈ રાજુભાઈ ડાંગર (રહે. નેસડા તા. શિંહોર જી.ભાવનગર) ને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે.હાલમાં સાપુતારા પોલીસ મથકનાં પી.એસ.આઈ.બી.આર.ચાવડાએ આ અંગેનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે..